IITE વિદ્યાર્થીઓને વિદ્યાસહાયક માટે માન્યતા

અમદાવાદ: રાજ્યભરમાં વિદ્યાસહાયકોની ભરતી માટે TET અને TAT પાસ થયેલા વિદ્યાર્થીઓને જ વિદ્યાસહાયક ભરતી અન્વયે અત્યાર સુધી અરજી કરવાની માન્યતા હતી, જેમાં હવે નવા સુધારાના ભાગરૂપે આઈઆઈટીઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ માન્યતા અપાતાં હવે તેઓ પણ વિદ્યાસહાયક બનવા માટે અરજી કરવાને પાત્ર બનશે. ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડિગ્રીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામા દ્વારા ૧૯ ડિસેમ્બરથી માન્યતા આપવામાં આવી છે, જેમાં આ યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન અને પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ જે રીતે TET અને TAT પાસ કરેલા વિદ્યાર્થીઓ રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતી માટે અરજી કરે છે તે જ રીતે અરજી કરવા પાત્ર બનશે. આઈઆઈટીઈ યુનિવર્સિટીના બીએસસી, બીએડ્્, બીએ-બીએડ, પાસ થયેલા વિદ્યાર્થીઓની ડિગ્રી માન્ય રાખીને વિદ્યાસહાયકની ભરતી માટેની અરજીઓ સમકક્ષ ગણવામાં આવશે.

You might also like