પાલડીના બિલ્ડરને મળેલી ધમકીની તપાસ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં રહેતા બિલ્ડર પરેશભાઈ પટેલને ડોન રવિ પૂજારી દ્વારા મળેલી ધમકી મામલે થયેલી ફરિયાદમાં તપાસ ઠેરની ઠેર જણાઈ રહી છે. પોલીસે જે નંબર પરથી ફોન અને મેસેજ અાવ્યા હતા તે નંબર સાયબર ક્રાઈમને અાપ્યા હતા પરંતુ હજુ સુધી પોલીસ પણ અા નંબર કોના છે? ડોન રવિ પૂજારીઅે જ ફોન કેમ કર્યો છે કે પછી મે‌િજક જેકથી ફોન કરાયા છે તે અંગેની કોઈ માહિતી મેળવી શકી નથી.

બિલ્ડર પરેશ પટેલ દ્વારા અગાઉ અા બાબતે ક્રાઈમ બ્રાંચમાં અરજી અપાઇ હતી, પરંતુ તેઅોની અરજી લેવામાં અાવી નહોતી. બાદમાં બિલ્ડરે પાલડી પોલીસ સ્ટેશનમાં અા અંગે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે ધમકીભર્યા ફોન અને મેસેજના નંબરો સાયબર ક્રાઈમને અાપ્યા હતા. ફોન દ્વારા અપાયેલી ધમકી અને મેસેજ કોઈ સ્થાનિક વ્યક્તિઅે કર્યા હોવાની શંકા મજબૂત બની છે પરંતુ પોલીસની તપાસ હજુ સુધી ઠેરની ઠેર છે.

પોલીસ નંબર કોનો છે તે પણ માહિતી મેળવી શકી નથી. ખંડણીની તપાસ પણ પાલડી પી.અાઈ. અે.જી. ગોહિલ કરી રહ્યા છે અને નંબરોની તપાસ સાયબર ક્રાઈમ કરી રહી છે. અા પરથી સ્પષ્ટ જણાય છે કે પીઅાઈ પાસે નંબરની કોઈ માહિતી નથી અને સાયબર ક્રાઈમ પાસે નંબર છે, પરંતુ તે કોના છે તેની માહિતી ન મેળવી શકાતાં તપાસ ખોરંભે ચડી છે. પોલીસ ડોન રવિ પૂજારી દ્વારા અપાયેલી ધમકી અંગે કોઈ પણ રીતે ગંભીર ન હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ અેકબીજા ઉપર નિર્ભર હોય તેમ સ્પષ્ટ જણાય છે.

You might also like