યુવતીને વિશ્વાસમાં લઈ નરાધમે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: વાડજની એક યુવતીને વિશ્વાસમાં લઇ એક નરાધમે બળાત્કાર ગુજારતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. વાડજ પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાણીપ વિસ્તારમાં મંગલદીપ વિદ્યાલય સામે આવેલ ગૌરીપૂજા સોસાયટીમાં રહેતા મયૂર જશુભાઇ પટેલ નામના શખસે વાડજ વિસ્તારમાં રહેતી ર૩ વર્ષીય એક યુવતીને પોતાની મોહજાળમાં ફસાવી હતી અને જુદા જુદા પ્રલોભનો આપી વિશ્વાસમાં લીધી હતી.

ત્યાર બાદ આ યુવતીને આ શખ્સે જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને આ શખ્સ પર શંકા જતાં તેની ચુંગાલમાંથી છૂટી તેણે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

You might also like