સ્પોટ ફિક્સિંગ મામલામાં ચંદીલા પર ૨૪મીએ ચુકાદો

મુંબઈઃ અધ્યક્ષ શશાંક મનોહરના નેતૃત્વમાં બીસીસીઆઇની ત્રણ સભ્યોની શિસ્ત સમિતિ બેઠક યોજીને ક્રિકેટર અજિત ચંદીલા અને હિકેન શાહના ભવિષ્ય પર નિર્ણય કરશે, જેઓ પર ૨૦૧૩ અને આ વર્ષની આઇપીએલ મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

બીસીસીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં ૨૪ ડિસેમ્બરે બેઠક યોજનારી પેનલ પાસે આઇપીએલ મેચોમાં સ્પોટ ફિક્સિંગની કોશિશ કરવાના પ્રયાસ કરનારા ક્રિકેટરોને સજા દેવાનો અધિકાર છે, જેમાં આજીવન પ્રતિબંધ પણ સામેલ છે. ચંદીલાને પોલીસે ૨૦૧૩માં રાજસ્થાન રોયલ્સની ટીમના પોતાના સાથીઓ એસ. શ્રીસંત અને અંકિત ચવ્હાણ સાથે આઇપીએલ મેચોમાં સ્પોટ ફિક્સિંગ કરવાની કોશિશના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. બીસીસીઆઇએ શ્રીસંત અને ચવ્હાણ પર આજીવન પ્રતિબંધ ફરમાવી દીધો છે.

બીસીસીઆઇએ જોકે હજુ સુધી ચંદીલાને થનારી સજા અંગે નિર્ણય ક્યો નથી, જેને બે વર્ષ પહેલાં આ પ્રકરણ સામે આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બીસીસીઆઇ આસાથેજ મુંબઈના રણજી ટ્રોફી ક્રિકેટર હિકેન શાહની સજા અંગે પણ નિર્ણય કરશે, જેના પર આ વર્ષે આઇપીએલ પહેલાં બોર્ડની ભ્રષ્ટાચાર વિરોધી નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. શાહને પણ બાદમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

You might also like