શેરબજારમાં સુસ્તીઃ નિફ્ટી ૩૧ પોઈન્ટના ઘટાડે ૭,૮૦૩ની સપાટીએ

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૮૫ પોઇન્ટને ઘટાડે ૨૫,૬૫૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૧ પોઇન્ટને ઘટાડે ૭,૮૦૦ની ઉપર ૭,૮૦૩ની સપાટીએ જોવા મળી હતી.

આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ સેક્ટર સહિત પીએસયુ બેન્ક અને રિયલ્ટી સેક્ટરમાં સુધારાની ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ આઇટી અને એફએમસીજી સેક્ટરમાં નરમાઇ જોવા મળી હતી. ઇન્ફોસિસ કંપનીના શેર્સમાં ૧.૦૯ ટકા, ગેઇલ કંપનીના શેર્સમાં ૦.૮૫ ટકા, જ્યારે ટીસીએસ કંપનીના શેર્સમાં ૦.૭૪ ટકાનો ઘટાડો જોવાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા કંપનીના શેર્સમાં ૧.૫૨ ટકા, એનટીપીસી કંપનીના શેર્સમાં ૦.૮૧ ટકાનો સુધારો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં વિદેશી બજારોનું પ્રેશર જોવા મળી રહ્યું છે.

You might also like