સારી ઊંઘ જોઈતી હોય તો હેલ્ધી ડાયટ લો

જો તમારી ફૂડ હેબિટ હેલ્ધી હશે તો તમને ખૂબ જ સારી ઊંઘ આવશે તે રિસર્ચ દ્વારા સાબિત કરાયું છે. ક્યારેક આપણે વેઈટલોસ માટે ડાયટ કરતા હોઈએ છીએ. ડાયટથી વેઈટલોસ થાય કે ન થાય, પરંતુ ઊંઘમાં ફરક જરૂર પડે છે. અમેરિકાની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે હેલ્ધી ફૂડ હેબિટમાં ખાવા-પીવાના ટાઈમિંગનો પણ સમાવેશ થાય છે. તમારું વજન વધુ હોય કે ઓછું, પરંતુ હેલ્ધી ફૂડ હેબિટ રાખશો તો માત્ર એક જ વીકમાં સાઉન્ડ સ્લીપની મજા માણી શકશો. નિયમિત, સમયાંતરે ખાવું-સૂવું અને ઊઠવું તેનાથી સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે.

You might also like