ર૦૪૦ સુધીમાં વાયુ પ્રદૂષણના કારણે રોજ રપ૦૦ લોકો અકાળે મૃત્યુ પામશે

નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે કડક કાયદા અને નિયમોનો અમલ કરવામાં સરકાર સરિયામ નિષ્ફળ રહેતાં ભારતમાં વર્ષ ર૦૪૦ સુધીમાં વાયુ પ્રદૂષણના કારણે દરરોજ સરેરાશ રપ૦૦ લોકો મોતના મુખમાં ધકેલાતા રહેશે એવું એક અહેવાલમાં જણાવાયું છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઇઇએ)ના એક અહેવાલ વર્લ્ડ એનર્જી આઉટલુકમાં આ તાકીદ કરવામાં આવી છે કે ર૦૧પમાં બહારના વાયુ પ્રદૂષણને કારણે પ.૯૦ લાખ લોકોના અકાળે મૃત્યુ થયા હતા. આનો અર્થ એ થયો કે દરરોજ વાયુ પ્રદૂષણના કારણે ૧૬૦૦થી વધુના મૃત્યુ થયા છે.

અહેવાલમાં જણાવાયું છે કે આ નિયમો વીજ ક્ષેત્રના પ્રદૂષક ઉત્સર્જનમાં કાપ મૂકવામાં અસરકારક રહ્યા છે. જ્યારે ‘ન્યુ ભારત-૬’ માપદંડ પરિવહન ક્ષેત્રમાં એનઓએક્સ અને પીએમ ર.પ ઉત્સર્જનને ઘટાડવામાં સફળ રહ્યા છે.

અહેવાલમાં પાટનગર નવી દિલ્હીના પ્રદૂષણ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે હવામાં પીએમ ર.પનું સ્તર વિશ્વ આરોગ્ય સંઘની હવાની ગુણવત્તાના મૂલ્યથી દસ ગણુ વધુ છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા એક દાયકા કરતાં વધુ સમયથી વધુ ખરાબ અને પ્રદૂષિત છે. તેના કારણે વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા નવ લાખથી વધુુ થઇ ગઇ છે.

You might also like