મેગી નૂડલ્સના અન્ય વિકલ્પ પણ લાવશે નેસ્લે ઇન્ડિયા

નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં મેગી નૂડલ્સને ફરી એક વખત લોન્ચ કર્યાના એક મહિના બાદ કંપનીઅે કહ્યું કે તે મેગીના અન્ય વિકલ્પ જેમ કે અોટ્સ નૂડલ્સ અને કપ નૂડલ્સ પણ અાગામી ત્રણ ચાર મહિનામાં બજારમાં ઉતારશે. નેસ્લે ઇન્ડિયાના સીએમડી સુરેશ નારાયણે કહ્યું કે અમે અાગામી ત્રણથી ચાર મહિનામાં અોટ્સ નૂડલ્સ, અાટા નૂડલ્સ અને કપ નૂડલ્સ લાવીશું.

નારાયણન સીઅાઈઅાઈ નેશનલ અેફએમસીજી સમિટ ૨૦૧૫માં બોલી રહ્યા હતા. એફઅેસએસઅેઅાઈના પ્રતિબંધ બાદ બોમ્બે હાઈકોર્ટની પરવાનગી બાદ નેસ્લે ઇન્ડિયાઅે મેગી નૂડલ્સને ફરીવાર માર્કેટમાં લોન્ચ કરી છે.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે મૈસુરની લેબોરેટરીમાં મેગી નૂડલ્સની ફરી એકવાર તપાસના અાદેશ અાપ્યા હતા તો બીજી તરફ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને ચેન્નઈ લેબોરેટરીમાં અા ટેસ્ટ કરાવવાના અાદેશ અાપ્યા હતા. નેશનલ કન્ઝ્યુમરે કંપની વિરુદ્ધ ૬૪૦ કરોડ રૂપિયાના દાવામાં અા ચુકાદો અાપ્યો હતો. હવે અા મામલો સુપ્રીમ કોર્ટમાં છે.

સુપ્રીમ કોર્ટના અોર્ડર અંગે પૂછતાં નારાયણને કહ્યું કે અા મામલો વિચારાધીન છે. સેમ્પલ સીએફટીઅારઅાઈ મૈસુરને મોકલાયા છે તેથી અમે અા અંગે કંઈ પણ કહેવા ઇચ્છતા નથી. અા નેસ્લેની વિશ્વસનીયતા અને ભરોસાનો મામલો છે. મેગીને ફરી એકવાર બજારમાં લાવ્યા બાદ નેસ્લેઅે મેગીના પાંચ છ કરોડ પેકેટ વેચ્યાં. જો કે ક્રાઈસિસ પહેલાં તેનું વેચાણ ૩૦થી ૪૦ કરોડ હતું.

You might also like