ચીનમાં ભૂસ્ખલનથી ૩૩ ઇમારતો ધ્વસ્ત, ૯૧ લાપતા

બિજિંગ: ચીનનાં સૌથી વિકસિત શહેરોમાંનાં એક શેંઝેનમાં એક પહાડ પરથી ભેખડ ધસી પડતાં એક ઔદ્યોગિક પાર્કમાં ભયંકર ભૂસ્ખલન થયો. રવિવારે બનેલા આ બનાવમાં ૩૩ કરતા વધુ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ અને ઓછામાં ઓછા ૯૧ લોકો લાપતા જણાવાયા છે. ચીનનાં દક્ષિણી શહેર શેનઝેનમાં થયેલ આ ઔદ્યોગિક અકસ્માત બાદ વડાપ્રધાન લી કિયાંગે અધિકૃત તપાસનાં આદેશો આપી દીધા છે. વડાપ્રધાને ઘટનાની વિસ્તૃત તપાસ તથા રાહત અને બચાવનાં દરેક શકય પ્રયત્નો કરવાનાં નિર્દેશો જારી કર્યા છે.

મળતી માહિતી મુજબ પ્રાકૃતિક ગૅસની વેસ્ટઇસ્ટ પાઇપ લાઇનના એક ભાગમાં ધડાકો થયો હતો. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શકયું કે આ વિસ્ફોટનો સંબંધ અકસ્માત સાથે હતો કે નહીં. ભૂમિ અને સંશાધન મંત્રાલયે સ્થાનિક સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીપો પર લખેલી એક પોસ્ટમાં જણાવ્યું કે શેનઝેન કે ગુઆંગમગ જિલ્લામાં આવેલ હેંગતૈયૂ ઔદ્યોગિક પાર્કમાં ભૂસ્ખલન થતાં ૩૩ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ અને અનેક લોકો ગુમ થઈ ગયાં.  એજન્સીના જણાવ્યા મુજબ વડાપ્રધાને કેન્દ્રીય સરકારને શેનઝેન તંત્રની મદદનાં પણ નિર્દેશ આપ્યાં. રાહત અને બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડનાં ૫૦૦૦ કર્મચારીઓ અન ૩૦ સ્નિફર ડૉગ્સ પણ મોકલાયાં છે. ગઈકાલ સાંજ સુધી ૧૪ લોકોની શોધખોળ કરવામાં આવી અને ૯૦૦થી વધુ લોકોને સલામત રીતે કઢાયા છે, લાપતા જણાયેલા ૯૧ લોકોમાં ૫૯ પુરુષો અને ૩૨ મહિલાઓનો સમાવેશ થાય છે

You might also like