પાંચ રાજ્યોમાં આગામી એપ્રિલ કે મેમાં ચૂંટણી

નવી દિલ્હી : તામિલનાડુ, કેરળ, પ.બંગાળ, આસામા અને પોંડીચેરીમાં રાજય વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષના એપ્રિલ-મે મહિનામાં યોજાય તેવી શકયતા છે. આ રાજયોમાં ચૂંટણી પ્રક્રિયા ર૪મી મે સુધીમાં પૂરી કરવામાં આવે તેવી સંભાવના છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તામિલનાડુમાં ચૂંટણી કરાવવામાં થોડા સમયનો વિલંબ પડે તેવી શકયતા છે.

કારણ કે ત્યાં પૂરને કારણે ચૂંટણી વ્યવસ્થામાં થોડી મુશ્કેલી ઊભી થઇ શકે છે. જો કે એપ્રિલ-મે સુધીમાં પૂરનું પાણી ઓસરી જશે અને તમામ પ્રક્રિયાઓ યોગ્ય રીતે સંપન્ન કરાવી લેવાશે. હજુ સુધી તામિલનાડુએ ચૂંટણી મોડી કરવા અંગે ચૂંટણી પંચને કશો અનુરોધ કર્યો નથી.ચૂંટણી કમિશ્નર આવતા મહિને આ રાજયોની મુલાકાત લઇને ચૂંટણી અંગેની તમામ માહિતીઓ મેળવશે.

જે રાજયોમાં ચૂંટણી થવાની છે તેમાં તામિલનાડુ વિધાનસભાનો કાર્યકાળ સૌથી પહેલા ર૩મી મેના પૂરો થશે. સૌથી અંતિમ આસામ વિધાનસભાનો કાર્યકાળ છઠ્ઠી જૂને પૂરો થશે. પૂર્ણ ચૂંટણી પંચ હવે વિવિધ રાજયોની મુલાકાત લેશે. આજે પંચે આસામની મુલાકાત લીધી છે.

આસામ-ભાજપ અને કોંગ્રેસ માટેનુ મહત્વનું છે. ભાજપને આશા છે કે તે ત્યાં સરકાર રચવામાં સફળ રહેશે. તામિલનાડુ અને પ. બંગાળમાં ભાજપને મુશ્કેલી સામનો કરવો પડશે.

You might also like