૨૦૨૫ સુધી ભારતમા સાડા પાંચ લાખ કરોડપતિ થઈ જશે

કરોડપતિઓની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. હાલમાં ભારતમાં ૨,૩૬,૦૦૦ કરોડપતિઓ છે. ૨૦૧૬ના ઇન્ડિયાના વેલ્થ રિપોર્ટની વાત માનીએ તો બીજા ઘણા દેશો ૨૦૦૭થી નેગેટિવ આર્થિક ગ્રોથ ધરાવે છે, જ્યારે ઇન્ડિયાનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. જે વ્યક્તિની સંપત્તિ ૬.૬ કરોડથી વધુ હોય તેને કરોડપતિ માનવામાં આવે છે. ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન ભારતમાં આવા કરોડપતિઓની સંખ્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે. ૨૦૦૭માં ૧,૫૨,૦૦૦ કરોડપતિ હતા, ૨૦૧૫ સુધી ૨,૩૬,૦૦૦ થયા. હવે ૨૦૨૫માં આ આંકડો ૫,૫૪,૦૦૦ને પાર કરી જશે તેવી શક્યતા છે.

You might also like