પૂનમ પાંડે ક્રિસમસમાં પોતાના ફેન્સને ‘સેક્સી ગિફ્ટ’ આપશે

મુંબઈ: સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના કારનામા માટે હંમેશાં ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડે હવે ક્રિસમસ નિમિત્તે પોતાના ચાહકોને એક ‘સેક્સી ગિફ્ટ’ આપનાર છે. તે ક્રિસમસ પર પોતાના ચાહકો માટે એક ખાસ ‘સેક્સી વીડિયો’ શેર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડેએ ફેબ્રુઆરી-૨૦૧૧માં માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ શરૂ કર્યું હતું અને આજે તેના ટ્વિટર પર ૭,૧૮,૦૫૭ પ્રશંસકો છે.

પૂનમે જણાવ્યું હતું કે હું જ્યારથી ટ્વિટર સાથે સંકળાયેલી છું ત્યારે મારા અનેક ફોલોઅર્સ છે. તેમણે હંમેશાં મને સપોર્ટ આપ્યો છે અને તેમની ફરિયાદ છે કે હું નિયમિત રીતે વીડિયો અપલોડ કરતી નથી. એટલા માટે મેં વિચાર્યું કે હું મારા ફેન્સ માટે એક ‘સેક્સી વીડિયો’ શેર કરું તો તેનાથી વધુ સારી ગિફ્ટ ક્રિસમસ પર બીજી કઈ હોઈ શકે?

પૂનમે જણાવ્યું હતું કે તેનો આ વીડિયો ઘણો હોટ બની ગયો છે. તેણે જણાવ્યું છે કે ગઈ સાલની શરૂઆતમાં તેણે એક વીડિયો શેર કર્યો હતો. મારું ધ્યેય હવે આ યોગ વીડિયો કરતાં વધુ હોટ વીડિયો બનાવવાનું છે અને મને આશા છે કે આ મારો નવો વીડિયો પણ હીટ રહેશે. મારો આ વીડિયો જોઈને મારા ફેન્સ પણ શરમાઈ જશે એવું પૂનમ પાંડેએ બિનધાસ્ત જણાવ્યું છે.

You might also like