સાઉદી અરબમાં યમનના મિસાઇલ હુમલામાં બે ભારતીયોનાં મોત

રિયાધ: હિંસાગ્રસ્ત યમન દ્વારા સાઉદી અરેબિયાના દ‌ક્ષિણ-પશ્ચિમ સરહદી શહેર નાઝરાનમાં કરવામાં આવેલ મિસાઇલ હુમલામાં બે ભારતીય સહિત ત્રણનાં મોત થયાં છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

યમનના મિસાઇલ હુમલામાં માર્યા ગયેલ બે ભારતીયોની ઓળખ હજુ સુધી થઇ નથી. કોઇ હુમલામાં ભારતીયનાં મોત થયાની આ ત્રીજી ઘટના છે. જોકે આ અંગે ભારતીય દૂતાવાસ તરફથી હજુ કોઇ સત્તાવાર પ્રતિક્રિયા વ્યકત કરવામાં આવી નથી.

અેક અધિકારીને ટાંકીને સમાચાર સંસ્થાએ આ હુમલાની જાણકારી આપી હતી. ગત સપ્ટેમ્બરમાં જયારે યમનના વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના જીજાન વિસ્તારમાં મોર્ટાર હુમલા કર્યા હતા ત્યારે એક ભારતીયનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા. સાઉદી અરેબિયાના નેતૃત્વમાં સંયુકત સેના શિયા હાઉતી વિદ્રોહીઓના ખાતમા માટે ર૬ માર્ચથી યમનમાં હવાઇ હુમલા કરી રહી છે અને અત્યાર સુધીમાં આ યુદ્ધમાં પ૮૦૦ લોકોનાં મોત થયાં છે અને ર૭,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

You might also like