2019 માટે કોંગ્રેસનું આજથી અધિવેશન, દેશભરમાંથી 15હજાર પ્રતિનિધિઓ આવશે

પેટાચૂંટણીના પરિણામો વચ્ચે કોંગ્રેસ હરકતમાં આવી છે. કોંગ્રેસ આજે મહાઅધિવેશન કરવા જઈ રહી છે. રાહુલ ગાંધીના કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસનું આ પ્રથમ અધિવેશન છે, જે મહત્વનું બની રહેશે.

ત્રણ દિવસના આ અધિવેશનમાં વિવિધ પ્રસ્તાવો દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક મુદ્દાઓ પર વિચાર મૂકવામાં આવશે. આ અધિવેશન એવા સમયે થવા જઈ રહ્યું છે, જ્યારે વિપક્ષી એકતાની દિશામાં સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમસી ઘણે અંશે સફળ રહી છે.

અધિવેશન દરમિયાન ભાજપને હરાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો, બેરોજગારી અને ગરીબી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દાઓને જ કોંગ્રેસ 2019માં મુખ્ય મુદ્દા બનાવવા જઈ રહી છે. દિલ્લીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આ અધિવેશન યોજાશે. જેમાં દેશભરમાંથી અંદાજે 15 હજાર કોંગ્રેસી પ્રતિનિધિઓ હાજર રહેશે.

You might also like