આવી રહ્યુ છે, સૂઝુકીનું નવુ સ્કૂટર, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

સૂઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ ઑટો એક્સપો 2018માં બર્ગમેન સ્ટ્રીયટ 125ને રિવીલ કર્યુ છે. ટૂંક સમયમાં જ આ સ્કૂટરને ભારતમાં લૉન્ચ કરવામા આવશે. આ 125સીસી સ્કૂટરને જાપાની બાઇક મેકર દ્વારા મેથી જૂન મહિનાની વચ્ચે લૉન્ચ કરવામાં આવી શકે છે.

તાના સેગમેંટમાં બર્ગમેન સ્ટ્રીટ સ્કૂટરને કેટલાય પડકારોનો સામનો કરવો પડશે. આ સેગમેન્ટમાં હોન્ડા ગ્રાસિયા, ટીવીએસ એનટૉર્ક, અપ્રીલિયા એસઆર 125 જેવા સ્કૂટર્સ પહેલેથી જ ઉપલબ્ધ છે. હીરો માએસ્ટ્રો એજ અને ડ્યૂટને પણ આ સેગમેંટમાં લાવશે. પરંતુ અન્ય સ્કૂટર્સની સરખામણીએ આ સ્કૂટરની બૉડી મોટી હશે. અન્ય સ્કૂટર્સ કરતાં આ સ્કૂટરની ડિઝાઇન અલગ હશે.

આ સ્કૂટરમાં અલૉય વ્હિલ્સ હશે અને સ્ટેપ અપ સ્ટાઇલ સિંગલ સીટ પણ હશે. આ સ્કૂટર માટે કેટલાય પાર્ટ્સ જિક્સર બાઇકમાંથી લેવામા આવ્યા છે. આમાં ઑલ એલસીડી ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ પણ સામેલ છે. સ્કૂટરની ડિઝાઇન યૂનિક છે. જેમાં LED હેડલેમ્પ યૂનિટ, 12 વોલ્ટ ચાર્જિંગ સર્કિટ, ટ્યૂબલેસ ટાયર્સ, મલ્ટી ફંક્શનની સ્લૉટ અને ફ્રન્ટ ડિસ્ટ બ્રેક સહિતના ફીચર્સ આપવામા આવ્યા છે.

2018 Suzuki Burgman Street 125 એક્સેટ 125 પર બેસ્ડ છે. જેમાં 124.3 CCના સિંગલ સિલિન્ડર, એયર કૂલ્ડ એન્જિન હશે જે 6500 આરપીએમ પર 8.5 બીએચપીનો પાવર અને 5000 આરપીએમ પર 10.2 ન્યૂટન મીટરનો ટૉર્ક જનરેટ કરી શકે છે. આનો પાવર આઉટપુટ પણ સુઝુકી એક્સેસ જેવો જ હોઇ શકે છે. સુઝુકી એક્સેસના મુકાબલે બર્ગમેન હેવી હશે. ભારતમાં આ સ્કૂટરને પ્રીમિયમ સ્કૂટર તરીકે લૉન્ચ કરવામાં આી શકે છે.

આ ભારતનું પહેલું મેક્સી સ્કૂટર હશે જેને વેચવામાં આવશે, ભારતમાં આ સ્કૂટરની કિંમત 70,000 રૂપિયા રાખવામાં આવી શકે છે.

You might also like