ભારતમાં લોન્ચ થઇ 2018 Maserati GranTurismo કાર, દમદાર એન્જીન સાથે મળશે આકર્ષક ફિચર

ઇતાલવી લક્ઝરી વાહન નિર્માતા કંપની મસેરાતીએ ભારતમાં પોતાની કંપનીનું 2018નું મોડલ ગ્રૈન ટૂરિસ્મો લોન્ચ કરી દીધેલ છે. કંપનીએ 2018 ગ્રૈન ટૂરિસ્મોને બે વેરિયન્ટ્સ સ્પોર્ટ અને એમસીમાં લોન્ચ કરેલ છે. આને આઇકોનિક ડિઝાઇન હાઉસ પિનઇંફરીનાએ ડિઝાઇન કરેલ છે.

ડિઝાઇનમાં થયેલ સૌથી મોટા ફેરફારોમાં કારનાં આગામી ભાગમાં લગાવેલ શાર્ક-નોસ હેક્સાગોનલ ગ્રિલ છે કે જે અલ્ફાઇરી કોન્સેપ્ટથી પ્રેરિત થઇને લગાવવામાં આવેલ છે. કારનાં નીચા ભાગમાં નવા એર ડક્ટ્સ પણ લગાવ્યાં છે કે જે કારનાં એરોડાયનામિક્સને 0.32 ટકા ઉત્તમ બનાવે છે. આ સિવાય, કંપનીએ આ કારમાં દમદાર એન્જીન પણ લગાવ્યું છે કે જે ખૂબ જ ખાસ રીતે બનતું હોય છે. તમને જણાવી દઇએ કે કંપનીએ ભારતમાં પોતાની આ સુપરકારની એક્સશોરૂમ કિંમત રૂ.2.25 રાખી છે.

460 bhpની કારઃ
બંને વેરિયન્ટ્સમાં કંપનીએ ફરારીમાંથી લેવામાં આવેલ 4.7 લીટર નેચરલી એસ્પાયર્ડ V8 એન્જીન લગાવેલ છે. આ એન્જીન 7000 rpm પર 460 bhp પાવર અને 4750 rpm પર 520 Nm પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. કંપનીએ નવી કારનાં એન્જીનને 6-સ્પીડ ઓટોમેટિક ગેરબોક્સથી લેસ કરેલ છે.

આધુનિક કેબિનઃ
કેબિનની જો વાત કરીએ તો આની અંદર નવું 8.4 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવેલ છે કે જે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે મિરર લિંકને સપોર્ટ કરે છે. કારની સીટો પણ ઉત્તમ ક્વોલિટીની છે અને કેબિનનાં પાછલા ભાગમાં કાર્બન ફાઇબર ફિનિશ પણ આપવામાં આવેલ છે. મસેરાતી ગ્રૈન ટૂરિસ્મોનાં સેન્ટ્રલ કંસોલને પણ કાર્બન ફાઇબર ફિનિશ આપવામાં આવેલ છે કે જે વધારે શાનદાર છે.

ડિઝાઇનઃ
મસેરાતીએ નવી 2018 ગ્રૈન ટૂરિસ્મોની સાઇડમાં કોઇ જ ફેરફાર નથી કર્યો. ત્યાં બીજી બાજુ કારનાં પાછલા ભાગમાં ઉત્તમ સ્ટાઇલનું બમ્પર પણ લગાવેલ છે. આ સિવાય કારનાં લિપ સ્પોઇલર અને ડ્યુલ એગ્જ્હોસ્ટ પાઇપને કાર્બન ફાઇબરથી ફિનિશ કરવામાં આવેલ છે. આ દમદાર કારનો મુકાબલો પોર્શ 911 ટર્બો અને નિશાન GT-R જેવી કારો સાથે હશે. એવામાં જોવાનું એ રહ્યું કે આ કારને ભારતીય માર્કેટથી કેવો રિસ્પોન્સ મળે છે.

You might also like