હોન્ડાની નવી CR-V પ્રથમ વખત 7 સીટરમાં થશે લોન્ચ, જાણો શું છે ખાસ

હોન્ડાની નવી CR-V આ વર્ષે દિવાળીમાં લોન્ચ થવા જઇ રહી છે જેની મુખ્ય વિશેષ વાત એ હશે કે આ નવી CR-V પહેલી વખત 7 સીટરના ઓપ્શનમાં આવશે. એટલે કે જ્યાં પહેલા 5 લોકો બેસી શકતાં હતા તેટલી જગ્યા હતી ત્યાં હવે 7 સીટર નવી CR-V લોન્ચ કરવામાં આવશે.

નિષ્ણાંતોના મતે 7 સીટર ઓપ્શન પછી નવી CR-Vને માર્કેટમાં સારો પ્રતિસાદ મળી શકે છે જો કે આ પહેલા 5 સીટર મોડેલને જો કે સારો પ્રતિસાદ મળ્યો નહોતો. આ વર્ષે કંપનીએ ઓટો એકસ્પોમાં પોતાની નવી CR-Vની ઝલક રજૂ કરી હતી, જેને દેખીને લાગી રહ્યું છે કે કંપનીએ આ મોડલ પર ઘણી મહેનત કરી છે.

જ્યારે આ નવી CR-V મોડલના કિંમતની વાત કરીએ તો અંદાજે 26 લાખથી શરૂ થઇ શકે છે. નવા CR-Vના લુકમાં ઘણું નવું જોવા મળશે તેની સાથે નવા ફીચર્સને પણ જગ્યા મળશે. જેમાં નવી CR-Vમાં ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ બંને એન્જીનનો વિકલ્પ મળશે.

પેટ્રોલ વેરિએન્ટમાં 2.4 લીટરના 4-સિલેન્ડર એન્જીન મળશે, જે 188 પીએસનું પાવર અને 226 એનએમનો ટોર્ક દેશે. જ્યારે ડીઝલ વેરએન્ટમાં 1.6 લીટરના 4-સિલેન્ડર ટર્બોચાર્જ્ડ એન્જિન મળશે, જે 160 પીએસ પાવર અને 350 એનએમનો ટોર્ક દેશે. નવી હોન્ડા CR-Vની સીધી ટક્કર હુન્ડાઇની ટૂસો સાથે થસે.

You might also like