૨૦૧૭ના પ્રત્યેક IPOની એવરેજ રૂ. ૧,૩૨૦ કરોડઃ પાછલા વર્ષની સરખામણીએ ૩૦ ટકા વૃદ્ધિ

અમદાવાદ: આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો આઇપીઓ ગઇ કાલે બંધ થયા બાદ આજે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ ખૂલી રહ્યો છે, જે શુક્રવારે બંધ થશે. કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં મોટા આઇપીઓ છે. ચાલુ વર્ષે અત્યાર સુધી એક અંદાજ મુજબ રૂ. ૩૦,૩૮૫ કરોડ ૨૩ આઇપીઓ દ્વારા એકઠા કરવામાં આવી ચૂક્યા છે. આમ, પ્રત્યેક આઇપીઓની એવરેજ જોઇએ તો રૂ. ૧૩૨૦ કરોડ થવા જાય છે, જે પાછલા વર્ષની સરખામણીએ ૩૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

બજારના જાણકારોનું માનવું છે કે આઇપીઓ બજારમાં જે રીતે સુધારો જોવા મળી રહ્યો છે તે જોતાં બજારમાં મજબૂત સુધારાના સંક્તો છે. આઇપીઓના કારણે મર્ચન્ટ બેન્કોને પણ તેનો ફાયદો થતો હોય છે. ચાલુ વર્ષે પાંચ આઇપીઓ રૂ. ૧૭૦૦ કરોડથી વધુના આવ્યા હતા, જેમાંથી ત્રણ ફાઇનાન્શિયલ સેક્ટર સાથે જોડાયેલા હતા. આઇપીઓ બજારના રોકાણકારો પણ ફાઇનાન્શિયલ સેક્ટરના આઇપીઓમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫માં ર૧ આઇપીઓ આવ્યા હતા. આ આઇપીઓ દ્વારા એકઠી થયેલી રકમ રૂ. ૧૩,૬૧૪ કરોડ હતી, જે પ્રત્યેક આઇપીઓ એવરેજ રૂ. ૬૫૦ કરોડથી પણ ઓછી છે. આમ, પાછલાં વર્ષોની સરખામણીએ શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા વધી છે તેનો ફાયદો પ્રાઇમરી બજારને પણ મળી રહ્યો છે.

આવતી કાલે મેટ્રોમોની આઈપીઓનું લિસ્ટિંગ
આવતી કાલે મેટ્રીમોની આઇપીઓનું લિસ્ટિંગ થશે. ૧૧ સપ્ટેમ્બરે આ આઇપીઓ ખૂલ્યો હતો, જે ૧૩ સપ્ટેમ્બરે બંધ થયો હતો. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૯૮૩થી ૯૮૫ પ્રતિશેર રાખી છે.

ત્રણ મહિનામાં લિસ્ટિંગ થયેલા IPOમાં હાલ મળતું રિટર્ન
ડિક્શન ટેક્નો. ૬૩.૨૧ ટકા
ભારત રોડ – ૪.૬૧ ટકા
એપેક્સ ફ્રોઝન ૯૧.૧૪ ટકા
કો‌િચન શિપયાર્ડ ૨૬.૩૦ ટકા
એસઆઈએસ – ૪.૪૧ ટકા
સલાસર ટેક્નો. ૧૯૫.૦૫ ટકા
એયુ ફાઈ. ૫૪.૪૬ ટકા
જીટીપીએલ – ૧૨.૫૯ ટકા

You might also like