વર્ષ ૨૦૧૬-૧૭માં શેરબજારે બાજી મારીઃ રોકાણકારોને ૧૭ ટકા રિટર્ન મળ્યું

અમદાવાદઃ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. નિફ્ટીએ ૯૧૦૦ની સપાટી પાર કરી દીધી છે ત્યારે ચાલુ વર્ષે રોકાણકારોને શેરબજારમાં પણ ૧૭ ટકાથી વધુ રિટર્ન મળ્યું છે, જ્યારે તેની સામે સોનામાં માત્ર ૧.૭ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. એપ્રિલથી માર્ચના સમયગાળામાં સોનામાં માત્ર રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાતો જોવાયો છે, જોકે તેની સામે ચાંદીમાં રોકાણકારને ૧૨ ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૪૬૦૦નો ઉછાળો નોંધાયો છે. હાલ ચાંદી રૂ. ૪૧૦૦૦ની ઉપર જોવા મળી રહી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે જાન્યુઆરીથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત લેવાલી તથા પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો શાસક પક્ષની તરફેણમાં આવતા તેના પગલે શેરબજારમાં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો છે. તો બીજી બાજુ વૈશ્વિક મોરચે સોનામાં જોવા મળેલા ઘટાડાની ચાલ તથા રૂપિયામાં મજબૂતાઇની અસરથી સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડો જોવાયો છે, જોકે ચાલુ વર્ષે સોના કરતાં ચાંદીમાં વધુ મૂવમેન્ટ જોવા મળી છે.

http://sambhaavnews.com/

You might also like