અરીસામાં જોઈને ખાસો તો વસ્તુ વધુ ટેસ્ટી લાગશે

મોટા ભાગની બિનઅારોગ્યપ્રદ વાનગીઅો દેખાવમાં અાકર્ષક હોય છે. અાપણે અેને જોતાં જ ટેસ્ટી માનવા લાગીઅે છીઅે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જો અાસપાસમાં અરીસા હોય તેવી જગ્યાઅે બેસીને હેલ્ધી વસ્તુઅો ખાવામાં અાવે તો તે અાપણને ટેસ્ટી લાગવા લાગે છે. અા વાત કઈ રીતે અને કેટલી સાચી છે તેનું વિજ્ઞાન સમજવાનું હજુ બાકી છે, પરંતુ જો હેલ્ધી વસ્તુઅો ખાવાની અાદત પાડવી હોય તો અરીસા સામે બેસીને ખાવામાં કંઈ નુકસાન નથી.

You might also like