૨૦૧૫ની સર્વશ્રેષ્ઠ વનડે ટીમ

નવી દિલ્હી: વનડે માટે ૨૦૧૫ એક યાદગાર વર્ષ રહ્યું છે. જેમાં વનડેની સૌથી મોટી ટુર્નામેન્ટ આઈસીસી વિશ્વ કપ રમાયો હતો. જેને ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કર્યો. વિશ્વ કપ સિવાય એવી ઘણી ટુર્નામેન્ટ થઇ જેમાં ખેલાડીઓએ પોતાની ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ઘણાં એવા ખેલાડી છે કે જેને અડધા વર્ષ સુધી સારું પ્રદર્શન કર્યું, પરંતુ વર્ષના અંતમાં તેમનું ફોર્મ બગડી ગયું હતું. આ વર્ષે વનડેમાં એવા ખેલાડી થયા છે કે જેને સતત સારું પ્રદર્શન કર્યું છે. આવો તેમના પર એક નજર નાખીએ ૨૦૧૫ વર્ષની વનડે ટીમ ઉપર.

માર્ટીન ગુપ્ટીલ
વર્ષ ૨૦૧૫માં ઓપનીંગ બેટ્સમેનોની બોલબાલા રહી. જેમાં ૬ ઓપનીંગ બેટ્સમેન રોહિત શર્મા, ડેવિડ વોર્નર, સૌમ્ય સરકાર, માર્ટીન ગુપ્ટીલ, હાશિમ અમલા અને તિલકરત્ને દિલશાનની વનડેમાં પૂરું વર્ષ ૫૦ની એવરજ રહી છે. આમાંથી કોઈ એકને પસંદ કરવું ખુબજ મુશ્કેલ કામ છે. પરંતુ આમાંથી બે ઓપનર બેટ્સમેનોને સૌથી વધારે રન બનાવાયા છે જેમાંથી આપણે એક પસંદ કરી છુ. માર્ટીન ગપ્ટીલ જેમણે આ વર્ષે વનડેમાં ડબલ સેન્ચુરી મારી છે. અને કીવી ટીમને વિશ્વકપની ફાઈનલ સુધી પહોંચાડવામાં તેમની મહત્વની ભુમિકા રહી છે. ૨૯ વનડે મેચોમાં ગપ્ટીલે ૫૧ની શાનદાર એવરજથી આ વર્ષે ૧૨૮૭ રન કર્યા છે. જે કોઈપણ ઓપનર બેટ્સમેન કરતા વધારે છે.

તિલકરત્ને દિલશાન
તિલકરત્ને દિલશાનની ઉમર અત્યારે ૩૫ વર્ષથી વધારે થઇ ચુકી છે, પરંતુ શ્રીલંકાના આ ઓપનર બેટ્સમેનને પોતાના પ્રદર્શનથી ઉમર ફક્ત સંખ્યામાં સાબિત થાય છે. વિશ્વકપ ૨૦૧૫માં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ ફોર્મ તેમણે પુરા વર્ષ સુધી જાળવી રાખ્યું છે. દિલશાનએ ૨૨ મેચોમાં ૫૫ની એવરજથી ૧૧૦૦ રન બનાયા છે. જોકે આ સમયે શ્રીલંકાની ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. આવામાં દિલશાન શ્રીલંકાની ટીમમાં ૨૦૧૬ પણ દેખાય શકે છે.

કુમાર સંગાકારા
આ વર્ષે વિશ્વ કપ પછી સંગાકારાએ વનડેમાંથી સંન્યાસ લીધો છે. પરંતુ જેવી રીતે તેમણે ૧૪ વનડે મેચોમાં શાનદાર રમત દેખાડી છે. આ કારણે અમે તેમને એક વિકેટ બેટ્સમેન તરીકે પોતાની ટીમમાં જગ્યા આપીએ છીએ. સંગાકારાએ ૮૬ની શાનદાર એવરજથી ૧૪ વનડે મેચોમાં ૮૬૨ રન કર્યા છે. આ વર્ષે તેમણે આટલી મેચ રમ્યા હોવા છતા તે સૌથી વધારે રનની લીસ્ટમાં ૧૦માં નંબર પર છે. આવામાં સંગાકારા અમારી ટીમના નંબર ત્રણ પર રમનાર ખેલાડીઓમાં મુખ્ય બેટ્સમેન છે.

કેન વિલિયમસન
જયારે કેન વિલિયમસનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરુ કરી હતી. ત્યારે તેમણે ટેસ્ટ મેચ રમનાર બેટ્સમેન માનવામાં આવતા હતા. પરંતુ થોડા વર્ષોમાં તેમણે પોતાને સાબિત કર્યા છે આ વર્ષે સૌથી વધારે રન બનાવાની યાદીમાં આવે છે. તેમણે ૫૭.૨૬ એવરજથી આ વર્ષે ૨૬ વનડે મેચોમાં ૧૩૧૭ રન કર્યા છે. તેમના વિશ્વકપની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતવા માટેનો શોટ કોઈ ભૂલી શકશે નહિ. તેથી અમે તેમને અમારી ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેનમાં સમાવેશ કરીએ છીએ.

એબી ડિવિલિયર્સ
અત્યારના સમયમાં દુનિયાના કોઈપણ ટીમમાં કોઈ ખેલાડી ફીટ બેશે તે એબી ડિવિલિયર્સ છે. ડિવિલિયર્સ અત્યારના સમયમાં સૌથી જોરદાર બેટ્સમેન છે જેણે સાઉથ આફ્રિકાને વનડેમાં ઘણી મજબુત બનાવી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટને ૨૦ વનડે મેચોમાં આ વર્ષે ૭૯.૫૩ એવરજથી શાનદાર ૧૧૯૩ રન કર્યા છે. તેમની મેચ પૂરી કરવાની ક્ષમતાને અમારી ટીમ રાખવાની સાથે-સાથે કેપ્ટન પણ બનાવીએ છીએ.

શોએબ માલિક
શોએબ માલિકને વનડેના વિશ્વકપમાં પાકિસ્તાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ આ વર્ષે પાકિસ્તાન માટે સૌથી સારા વનડે ખેલાડી તરીકે સાબિત થયા છે. મલિકને ટીમના અન્ય કોઈ કારણના કારણે બહાર રાખવામાં આવ્યો હતો. છટ્ઠા ક્રમ પર બેટિંગ અને જરૂરત પડે ત્યારે ટીમ માટે એક ઉપયોગી બોલિંગની ભુમિકા નિભાવનાર આ ઓલરાઉન્ડરને અમે આપણી ટીમમાં સમાવેશ કરીએ છીએ. માલિકે આ વર્ષે ૧૫ વનડે મેચોમાં ૬૭.૪૪ એવરજથી ૬૦૭ રન કર્યા અને થોડી વિકેટ પણ લીધી છે.

શાકિબ અલ હસન
શાકિબે આ ઘણાં વર્ષોથી બાંગ્લાદેશ માટે ક્રિકેટ રમે છે. તેમણે પોતાન ઓલરાઉન્ડર પ્રદર્શનથી પોતાની ટીમને ઘણી વાર કઠીન સમયમાંથી બહાર નીકાળી છે અને તેમણે પોતાનું આ કામ આ વર્ષે જારી રાખ્યું છે. શાકિબે આ વર્ષે ૧૬ વનડે મેચોમાં ૪૨.૧ એવરજથી ૪૨૧ રન અને ૨૭.૬૭ થી એવરજથી ૨૪ વિકેટ લીધી છે. આ વર્ષે વિશ્વકપમાં તેમના મહત્વના યોગદાનથી બાંગ્લાદેશને વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા અપાવી હતી.

મિચેલ સ્ટાર્ક
આ વખતે વિશ્વકપમાં સૌથી ચર્ચિત ખેલાડીઓમાં એક મિચેલ સ્ટાર્ક પણ છે. શરુઆતી ઓવરમાં તેમની તેજ સ્વિંગ બોલ અને સ્લોંગ ઓવરમાં પગ જોડે પડનાર યોર્કર બોલથી સામેના બેટ્સમેનોને દિલમાં ડર રહી જાય છે. સ્ટાર્ક આ વખતે દુનિયાના સૌથી સારા તેજ બોલરોમાં એક છે. તેમણે આ વર્ષે ૧૬.૨૬ની એવરજથી ૧૮ મેચોમાં ૪૧ વિકેટ લીધી છે. જે આ વર્ષે કોઈપણ બોલરનું સૌથી સારું પ્રદર્શન છે. એટલે આ અમારી ટીમના લીડર બોલર સ્ટાર્ક છે.

ટ્રેન્ટ બોલ્ટ
ન્યુઝીલેન્ડના સ્વિંગના સરતાજ બોલર બોલ્ટ માટે આ વર્ષ ખુબ જ શાનદાર રહ્યું છે. વિશ્વકપમાં તેમણે ટીમ સાઉદીની સાથે મળીને પોતાન હોમ ગ્રાઉન્ડ પર ખુબ જ જોરદાર ઇસ્તેમાલ કરીને પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. તેથી અમે આપણી ટીમમાં તેમણે મિચેલ સ્ટાર્કની સાથે સમાવેશ કરીએ છીએ. તે કોઈપણ બેટ્સમેનને આઉટ કરવાની તાકાત છે. બોલ્ટે આ વર્ષે ૧૭ મેચોમાં ૧૯.૭૭ એવરજથી ૩૬ વિકેટ લીધી છે.

ઇમરાન તાહિર
વર્ષ ૨૦૧૫માં ઇમરાન તાહિર દુનિયાના સૌથી સારા સ્પિનર તરીકે ઉભરી આવ્યા છે. તેમના લેગ સ્પિન, ફિલપર અને ગુગલી સમજવું ખુબજ મુશ્કેલ કામ છે, તેમણે પોતાની ક્ષમતાથી ઘણી વાર સાઉથ આફ્રિકા માટે વિકેટ નીકાળી છે. તાહિરે ૨૨ વનડે મેચોમાં ૨૫.૧૮ની એવરજથી ૩૭ વિકેટ લીધી છે.

મુસ્તાફીર રહમાન
વર્ષ ૨૦૧૫ આ ડાબા હાથના ફાસ્ટર બોલર માટે ખુબ જ શાનદાર વર્ષ રહ્યું છે. અમારી ટીમમાં પહેલાથી જ બે ડાબા હાથના બોલર છે, સાથે આ બાંગલાદેશી બોલર માટે અમારી ટીમમાં જગ્યા બનાવા માટે વહાબ રિયાજ અને મોર્ની મોર્કલને ટક્કર મળી છે. પરંતુ તેમને થોડી મેચોમાં વધારે વિકેટ લીધી હોવાથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસ્તાફીર રહમાને આ વર્ષે તેમણે ૯ મેચોમાં ૧૨.૩૪ની એવરજથી ૨૬ વિકેટ લીધી છે.

You might also like