સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડે ખૂલ્યું

અમદાવાદ: સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. ફાર્મા સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં ઘટાડા તરફી ચાલ નોંધાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ નરમાઇ તરફી ચાલ જોવાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૪૮૦, જ્યારે એનએસઈ નિફ્ટી ૬.૪૦ પોઇન્ટના ઘટાડે ૭૭૫૦ પોઇન્ટની ઉપર ૭૭૫૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

સન ફાર્મા કંપનીના શેર્સમાં ૬.૬૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વિપ્રો કંપનીના શેર્સમાં ૦.૮૯ ટકાની નરમાઇ જોવાઇ હતી. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા પાવર, બેન્ક ઓફ બરોડા અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના શેર્સ ૦.૫૦ ટકાથી ૦.૭૦ ટકા તૂટ્યા હતા.  ફાર્મા સેક્ટર સહિત આઇટી, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર રેડ ઝોનમાં જોવાયું હતું તો બીજી બાજુ એફએમસીજી સેક્ટરમાં ૦.૬૬ ટકાનો સુધારો જોવાયો હતો. મેટલ સેક્ટર પણ સુધારે ખૂલ્યું હતું. સંસદનું શિયાળુ સત્ર પૂરું થવા આવ્યું છે છતાં જીએસટી બિલ પસાર થાય તેવી કોઈ શક્યતા નથી તેવા સેન્ટિમેન્ટ પાછળ પણ શેરબજારમાં પ્રેશર જોવા મળ્યું છે.

You might also like