૩૯ દેશમાં ફેલાયું RSSનું નેટવર્ક, હિંદુ સ્વયંસેવકના નામથી ચાલે છે શાખાઅો

મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અન્ય દેશો સુધી ફેલાવનાર હિંદુ સ્વયંસેવક સંઘે (એચઅેસઅેસ) હવે પોતાનો વિસ્તાર વધારી દીધો છે. એચએસએસ અમેરિકા સહિત ૩૯ દેશમાં પોતાની શાખા ચલાવે છે. મુંબઈમાં અારઅેસઅેસના વિદેશી પાંખના સંયોજક રમેશ સુબ્રમણ્યમે જણાવ્યું કે અેચઅેસઅેસ અન્ય દેશોમાં ચિન્મય અને રામકૃષ્ણ મિશન જેવી અન્ય હિંદુ સાંસ્કૃતિક સંસ્થાઅો સાથે મળીને કામ કરે છે.

રમેશે વર્ષ ૧૯૯૬થી ૨૦૦૪ દરમિયાન મોરેશિયસમાં શાખાઅો સ્થાપિત કરવામાં ખૂબ જ યોગદાન અાપ્યું છે. હવે તેઅો ‘સેવાના પ્રમુખ’ છે. સેવા દ્વારા પ્રવાસી ભારતીય અારઅેસઅેસની સેવાઅોમાં ફંડ અાપે છે. રમેશે જણાવ્યું કે અમે તેને બીજા દેશોમાં હાજર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ન કહી શકે તે ભારતમાં નથી. તેથી અમે રાષ્ટ્રીય શબ્દનો ઉપયોગ ન કરી શકીઅે.

અમે તેને હિંદુ સ્વયંસેવક સંઘ કહીઅે છીઅે. કેમ કે તે વિશ્વભરમાં હિંદુઅોને જોડે છે. અેચઅેસઅેસના કદ વિશે તેમણે કહ્યું કે તે અારઅેસઅેસ સાથે જોડાયેલા વિશ્વ હિંદુ પરિષદ કરતા પણ મોટું છે. તેમણે કહ્યું કે જે ૩૯ દેશમાં એચએસએસની શાખાઅો લાગે છે તેમાં મધ્ય અેશિયાના પાંચ દેશ પણ સામેલ છે. અા પાંચ દેશોમાં સાર્વજનિક રીતે શાખાઅો લગાવવાની પરવાનગી નથી. તેથી અમે ઘરમાં મળીઅે છીઅે.

ફિનલેન્ડમાં તો અેક ઇ શાખા ચાલે છે. ત્યાં ઇન્ટરનેટ પર વીડિયો કેમેરા દ્વારા ૨૦થી વધુ અેવા દેશના લોકોને જોડવામાં અાવે છે. જેમના વિસ્તારમાં અેચઅેસઅેસની શાખા નથી. રમેશે જણાવ્યું કે હજુ ૨૫ પ્રચારક અને ૧૦૦થી વધુ વિસ્તારક વિદેશોમાં શાખાઅો ફેલાવવાના કામમાં લાગ્યા છે.

અહીંના પ્રચારકો સંઘને જીવનદાન અાપે છે અને લગ્ન પણ કરતાં નથી. વિસ્તારકો પોતાના જીવનના અોછામાં અોછા બે વર્ષ સંઘને અાપે છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઅો હોય છે. વિદેશોમાં મોટાભાગે શાખાઅો અઠવાડિયામાં એકવાર લાગે છે પરંતુ લંડનમાં અઠવાડિયામાં બે વખત લાગે છે. લંડનમાં કુલ ૮૪ શાખા છે. ભારતમાં સંઘનો ડ્રેસ ખાખી હાફ પેટ માનવામાં અાવે છે પરંતુ અન્ય દેશોમાં તેની જગ્યાઅે કાળા પેન્ટ અને સફેદ શર્ટનો ઉપયોગ થાય છે. દેશની શાખાઅોમાં ભારત માતાની જયના નારા લાગે છે પરંતુ અન્ય દેશોની શાખાઅોમાં વિશ્વ ધર્મની જયના નારા લાગે છે.

You might also like