કરવેરાની જાળમાં નવા ૨૭ લાખ કરદાતા આવરી લેવાયા

નવી દિલ્હી : દેશભરમાં ૨૭ લાખથી વધારે કરદાતાને આવકવેરા વિભાગ દ્વારા કરવેરાની જાળમાં લઇ લેવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં તેની જાળમાં એક કરોડ નવા કરદાતાને લાવવાની તેની મહત્વકાંક્ષી યોજનાના ભાગરૃપે નવા કરદાતા ઉમેરી દેવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોને ટાંકીને નાણાં મંત્રાલયમાં અધિકારીઓએ કહ્યુ છેકે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજ્યોમાંથી મહત્તમ સંખ્યામાં કરદાતા નવા ઉમેરાઇ ગયા છે.

સુત્રોએ કહ્યુ છે કે ૨૭ લાખથી વધારે નવા કરદાતાની ઓળક કરી લેવામાં આવી છે. હાલમાં આ ઝુંબેશ ચાલી રહી છે. આ નાણાંકીય વર્ષની અંદર કરવેરાની જાળમાં ઓછામાં ઓછા એક કરોડ લોકોને લઇ લેવા માટે આવકવેરા વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આઇટી વિભાગે કહ્યુ છે કે ટાર્ગેટને હાંસલ કરવાની કામગીરી ખુબ મુશ્કેલ હતી. ૩૧મી માર્ચ ૨૦૧૬ સુધી અથવા તો નાણાંકીય વર્ષના અંત સુધી અન્ય વિસ્તારોમાંથી આંકડામાં સારો વધારો થઇ શકે છે.

આવકવેરા વિભાગે આવકવેરા ચુકવવા માટે સક્ષમ રહેલા લોકોને ઓળખી કાઢવા માટે ખાસ ઇલેકટ્રોનિક મોડ્યુલનો ઉપયોગ કર્યો હતો. જેને નોન ફિલર્સ મેનેજેન્ટ તરીકે ગણવામાં આવે છે. મોટી સંખ્યામાં એવા લોકો છે જે સક્ષમ છે પરંતુ આવકવેરા ભરતા નથી.

કરવેરાની જાળને વધારે વિસ્ કરવાના હેતુથી આઇટી વિભાગની પોલીસી મેકિગ બોડી સીબીડીટી દ્વારા આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે તમામ તેના ફિલ્ડ અધિકારીઓને આદેશ કર્યો હતો. ટેક્સ વિભાગ રેવેન્ય વસુલ કરવા માટે કુલ ૧૮ રિઝિયોન ધરાવે છે. રાષ્ટ્રીય પાટનગ માટે ટાર્ગેટ ૫.૩૨ લાખ નવા કરદાતા રખાયુ છે.

You might also like