પુરોહિત, પ્રજ્ઞા સામેના આરોપો હળવા કરવા NIAએ કાનૂની અભિપ્રાય માગ્યો

728_90

નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ૨૦૦૮ના માલેગાવ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં લેફ. કર્નલ શ્રીકાંત પ્રશાદ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને અન્ય આઠ વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) લાગુ પાડવાને મામલે કાનૂની અભિપ્રાય માગ્યો છે. એનઆઈએ દ્વારા કાનૂન મંત્રાલયને આ અંગે એટર્ની જનરલ મુકુલ રોહિતગીનો મત લેવા જણાવવામાં આવ્યું છે.

વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે જો સુપ્રીમ કોર્ટના ૧૫ એપ્રિલ ૨૦૧૫ના આદેશની એનઆઈએ વ્યાખ્યાને કાનૂની અભિપ્રાય દ્વારા સમર્થન મળે તો આરોપો હળવા કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પેશિયલ કોર્ટના આરોપીઓની જામીન અરજી પર મકોકા વગરના આરોપોની સુનાવણી કરવા આદેશ કર્યો હતો. એનઆઈએ પ્રવકતાના જણાવ્યા અનુસાર કાયદાના કેટલાક ખાસ મુદ્દાઓ પર કાયદા મંત્રાલય અને ગૃહ મંત્રાલય પાસે ખુલાસો માગ્યો છે. જવાબ મળ્યા બાદ અમે આખરી રિપોર્ટ રજૂ કરીશું.

એનઆઈએએ મુંબઈની સ્પેશિયલ એનઆઈએએ કોર્ટમાં એક અરજી દાખલ કરીને આખરી રિપોર્ટ ફાઈલ કરવા માટે સમય માગ્યો છે. સોશિયલ કોર્ટે આ માટે ૨જી ફેબ્રુઆરીની સમય મર્યાદા મુકરર કરી છે. એનઆઈએના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રાેહિણી સાલિયાને એવો આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તા પર આવ્યા બાદ એનઆઈએ દ્વારા તેમને આ કેસમાં નરમ વલણ અપનાવવા જણાવાયું હતું ત્યાર બાદ આ કેસ સમાચારની હેડલાઈનમાં ચમક્યો હતો. સામાજિક કાર્યકર હર્ષ મંદરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક અરજીમાં એવો આક્ષેપ કર્યો હતો કે રાજકીય નેતાઓના ઈશારે સાલિયાન પર આ કેસમાં દબાણ લાવવામાં આવી રહ્યું છે. એનઆઈએ દ્વારા જોકે આ આક્ષેપને રદિયો આપવામાં આવ્યો હતો.

You might also like
728_90