યુપીમાં ધોળા દિવસે કોંગ્રેસ નેતા રાજનારાયણસિંહની હત્યા

લખનૌ : ઉત્ત્।ર પ્રદશેના આઝમગઢ જિલ્લામાં ગુંડાઓએ એક કોંગ્રેસ નેતાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેઓ સવારે ચાલીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના આઝમ ગઢ જિલ્લાના સિધારી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બની હતી. ઉ.પ્ર. કોંગ્રેસ કમિટિના કો-ઓપરેટિવ સેલના અધ્યક્ષ અને એડવોકેટ રાજનારાયણસિંહનું ઘર બેલઇસા નજીક હતું.

તેઓ દરરોજની જેમ ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે જ રસ્તામાં બે અજાણ્યા બાઇકસવારો તેમની પાસે પહોંચ્યા અને તેમને ગોળી મારી દીધી હતી. જેથી રાજનારાયણસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટના સવારે ૮:૩૦ વાગ્યે બની હતી. કોંગ્રેસ નેતાની હત્યાના સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગયા હતા.

માહિતી મળતા જ તેમના ઘરની સ્થિતિ માતમમાં બદલાઈ ગઇ હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચી તત્કાળ તપાસ શરૃ કરી દીધી હતી. પોલીસ અધિકારીએ આ વિશે કોઈ માહિતી આપી નહોતી.

You might also like