કોસ્મિક કિરણો દ્વારા સૂર્ય સાધનાથી વધુ ખેત ઉત્પાદનનું માર્ગદર્શન

રાજપીપળા : પવિત્ર નર્મદા તટે રાજપીપળા નજીક આવેલ પોઇચા નિલકંઠ ધામ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બે દિવસ માટેનો ખેડૂતો માટે આધુનિક ખેતી પધ્ધતિ અને ઉત્પાદનના ફાયદા અંગેની શિવયોગ કિશાન શિબિર યોજાઇ હતી જેમાં શિબિરના સ્થાપક અવધૂત બાબા શિવાનંદજી દ્વારા સૂર્યસાધનાથી જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ કર્યા વિના જ જમીન અને બીજના ફળદ્રુપ, તંદુરસ્ત બનાવી વધુ ખેત ઉત્પાદન પાક મેળવવાની ૫૬ આધુનિક કોસ્મીક એનર્જી સાયન્સનું મહત્વ સમજાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

આજે જયારે ખેતીમાં વધુ પાક મેળવવા આડેધડ જંતુનાશક દવાનો છંટકાવ, વિવિધ મોંઘાદાટ રાસાયણિક ખાતરોના ઉપયોગ વપરાશ વધી ગયો છે ત્યારે તેનાથી પાક, શાકભાજી, ફળ, અનાજ ઝેરી બની રહયા છે. જમીન બંજર બની ગઇ છે. ભોજનમાં ઝેર પીરસવામાં આવી રહયા છે. નવી પેઢી અનેક રોગોનો શિકાર બની રહી છે. ખાતર, દવા માટે ખેડૂતો લોન લઇને કરજદાર બની રહયા છે ત્યારે આ બધામાંથી છૂટકારો મેળવવા માટે અવધૂત બાબાએ ધર્મ, વિજ્ઞાન અને આધ્યાત્મનો સમન્વય કરીને સૂર્યસાધનાથી વધુ ખેત ઉત્પદાન કેવી રીતે મેળવી શકાય તેની પધ્ધતિ ખેડૂતોને બતાવી હતી.

સૂર્ય સાધના સંજીવનીના માધ્યમથી ખેતી ઉત્તમ થઇ શકે છે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિગની ગંભીર સમસ્યા છે ત્યારે ઓછા ખર્ચે ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની બની રહેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રજાજનોનો માનવ મહેરામણ ઉમટયો હતો. આજે હાઇબ્રીડ બીયારણ ઇન્પોર્ટ થાય છે.

You might also like