2006 મુંબઈ સિરીયલ બ્લાસ્ટઃ કોર્ટે 12ને આરોપી ઠેરવ્યા, 14 સપ્ટેમ્બરે સજાનું એલાન 

મુંબઈઃ નવ વર્ષ પહેલાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈની લાેકલ ટ્રેનમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ મામલે આજે મકોકાની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપતાં ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ તમામ આરોપીઓને કોર્ટ ૧૪મી સપ્ટેમ્બરે સજા સંભળાવશે. 

નોંધનીય છે કે, આ કેસની સુનાવણી જજ વાઇ ડી શિંદેની કોર્ટમાં ચાલી રહી હતી. આ તમામ આરોપીઓ પર દેશ વિરુદ્ધ જંગનું એલાન કરવા સહિતના અનેક આરોપો હતા. 

વર્ષ ૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં ૧૮૯ લોકોનાં મોત થયાં હતાં અને ૮૨૪ લોકોને ઈજા થઈ હતી. મુંબઈમાં પશ્વિમ રેલવેની ઉપનગરીય ટ્રેનોમાં ૧૧ મિન‌િટના ગાળામાં સાત બ્લાસ્ટ થયા હતા. આ ધમાકા ઉપનગરીય ટ્રેનોના પહેલી શ્રેણીના કોચમાં રાખવામાં આવેલા પ્રેશર કૂકર બોમ્બથી કરાવવામાં આવ્યા હતા. 

પહેલો બ્લાસ્ટ સાંજે ૪-૩૫ આસપાસ થયો હતો. ત્યારબાદ થોડી જ મિન‌િટમાં માટુંગા, બ્રાન્દ્રા, ખાર, જાેગેશ્વરી, બાેરીવલી તથા ભાયંદર નજીક ઉપનગરીય ટ્રેનોમાં ધમાકા થયા હતા. આ મામલે કુલ ૧૩ લોકો પર કેસ ચાલતો હતો ત્યારે કોર્ટે તેમાંથી ૧૨ લોકોને આરોપી ઠેરવ્યા છે.  

You might also like