વ્યાપમ ગોટાળાનો મુખ્ય આરોપી નેતા મુક્ત : ગ્રહો ખરાબ હતા

ભોપાલ : વ્યાપમ ગોટાળામાં મુખ્ય આરોપી પૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્મા આજે ભોપાલ જેલમાંથી મુક્ત થઇ ગયા છે. પરિવારજનો અને ચાહકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લક્ષ્મીકાંતે બહાર આવીને નજીકમાં આવેલા હનુમાનજી અને શનિદેવનાં મંદિરે દર્શન કર્યા હતા. પત્રકારો સાથે વાત કરતા તેણે જણાવ્યું કે ગ્રહો નક્ષત્રો ખરાબ હતા પરંતુ હવે બધુ બરાબર છે.ભોપાલની સેન્ટ્ર જેલમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. લોકો લક્ષ્મીકાંત બહાર આવે તેની આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા. મોટા પ્રમાણમાં લોકો હાર તોરા લઇને લક્ષ્મીકાંતની રાહ જોઇ રહ્યા હતા.
લક્ષ્મીકાંત શર્માં 10.35 વાગ્યે જેલની બહાર નિકળ્યા હતા. તેનાં મોટા ભાઇ નલિનકાંત શર્મા અને નાનો ભાઇ ઉમાકાંત શર્મા તથા સાથે ભત્રીજો અને પરિવારે તેનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ લક્ષ્મીકાંત શર્મા જેલ પરિસર ખાતે આવેલ હનુમાનજી અને શનિદેવનાં મંદિરે પહોંચ્યા હતા.

You might also like