મારો કાંટો કાઢવા પક્ષનાં જ સાંસદ મળ્યા સોનિયાને : જેટલી

નવી દિલ્હી : ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે પાર્ટીનાં જ નેતા કીર્તિ આઝાદનો વિરોધનો સામનો કરી રહેલા નાણામંત્રી અરૂણ જેટલી હવે મેદાને પડ્યા છે. જેટલીએ કીર્તિ આઝાદ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. નાણા મંત્રીએ એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં કીર્તિ આઝાદનું નામ લીધા વગર જ કહ્યું કે અમારા જ એક સાંસદે કોંગ્રસ સરકારને પત્ર લખ્યો હતો અને સોનિયા સાથે મુલાકાત પણ કરી હતી. સોનિયાને તે સાંસદે તેવું પણ આશ્વાસન આપ્યું હતું કે જેટલીને અમે પુરો કરી દઇશું. જો કે જેટલીએ કોઇનું નામ લીધું નહોતું પરંતુ હાલની પરિસ્થિતી અનુસાર જેટલીનો ઇશારો કીર્તિ આઝાદ તરફ જ હોઇ શકે છે.
નાણામંત્રીએ જણાવ્યું કે તે લોકોએ સીરિયસ ફ્રોડ ઓફીસનો હવાલો આપતા કહ્યું કે 2013માં સીરિયસ ફ્રોડ ઓફીસે એક અહેવાલ આપ્યો હતો જેમાં કંપનીમાં થોડી પ્રક્રિયાત્મક અનિયમિતતા અંગે કહેવામાં આવ્યું હતું પરંતુ કૌભાંડનો કોઇ કેસ નહોતો. કોઇ પણ સ્થિતીમાં તે પ્રક્રિયાત્મક લેપ્સેસ માટે સભ્યો જવાબદાર છે. જેટલી આ કેસમાં ક્યાંય સંડોવાતા નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં સચિવાલય પર પડેલા દરોડા બાદથી જ અરૂણ જેટલી આમ આદમી પાર્ટીનાં નિશાન પર છે અને તેની વિરુદ્ધ ડીડીસીએમાં નકલી આરોપો લાગી રહ્યા છે. આપ ઉપરાંત ભાજપ સાંસદે પણ નાણામંત્રીની વિરુદ્ધ મોરચો માંડ્યો છે.

You might also like