ર૦૦ર વર્લ્ડકપઃ પ્રથમવાર એશિયામાં સફળ આયોજન

ર૦૦રમાં બે એશિયાઇ દેશ દ‌િક્ષણ કોરિયા અને જાપાને મળીને પ્રથમવાર ફૂટબોલ વર્લ્ડકપની મેજબાની કરી હતી. જોકે ત્યાર બાદ એશિયાને અત્યાર સુધી બીજી વાર ફિફાની મેજબાની કરવાની તક મળી નથી. ર૦૦રનો વર્લ્ડકપ રેફરીઓની ભૂલના કારણે ચર્ચાસ્પદ રહ્યો હતો.

બંને દેશોની મેજબાનીને કારણે પરેશાની
દ‌િક્ષણ કોરિયા-જાપાને વર્લ્ડકપની મેજબાની કરવામાં સફળતા મેળવી હોય, પરંતુ ફૂટબોલના ખેલાડીઓ અને ચાહકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. ફૂટબોલના ચાહકોને મેચના સ્થળે જવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત સમયને લઇને પણ વિવાદ છેડાયો હતો.

‘આર’ ત્રિપુટીએ રંગ રાખ્યો
બ્રાઝિલની જીતનો યશ ‘આર’ ત્રિપુટીને જાય છે. ‘આર’નો મતલબ બ્રાઝિલના સ્ટાર ‌સ્ટ્રાઇકર રોનાલ્ડિન્હો, રિવાલ્ડો અને રોનાલ્ડની ત્રિપુટી એવો થાય છે જે વિરોધી ટીમના ડિફેન્સમાં ગાબડું પાડવામાં સહેજ પણ વિલંબ કરતા નથી.
રોનાલ્ડિન્હોનું ૪૦ ગજનું અંતર
આ વર્લ્ડકપ વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગોલ બ્રાઝિલના સ્ટ્રાઇકર રોનાલ્ડિન્હોનો હતો. રોનાલ્ડિન્હોએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ કવાર્ટર ફાઇનલ મેચ દરમિયાન ફ્રી કિક પર ૪૦ ગજના અંતરથી પોતાના જમણા પગથી શાનદાર ગોલ બનાવ્યો હતો અને ટીમને સેમી ફાઇનલમાં પહોંચાડી હતી.

બ્રાઝિલનો ખિતાબી પંચ
બ્રાઝિલે ફાઇનલમાં જર્મનીને ર-૦થી હરાવીને પાંચમી વખત આ ટ્રોફી પોતાના નામે કરી હતી. બ્રાઝિલે આઠ વર્ષ બાદ આ ટ્રોફી જીતી હતી. તેના અગાઉ બ્રાઝિલે ૧૯૯૪માં આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મુકાબલામાં બ્રાઝિલના રોનાલ્ડો સામે જર્મનીનો ગોલકીપર ઓલીવર કાહન હતો. રોનાલ્ડોએ ફાઇનલ પહેલાં ૬ ગોલ કર્યા હતા. જ્યારે ઓલીવર વિરુદ્ધ માત્ર એક જ ગોલ થયો હતો. જોકે ફાઇનલમાં રોનાલ્ડો ઓલીવર પર ભારે પડયો હતો અને બે ગોલ કરવામાં સફળ રહ્યો હતો.

US સામે ઓસ્ટ્રેલિયાની ૩૧-૦થી જીત
આ ટૂર્નામેન્ટમાં કેટલાંક આશ્ચર્યજનક અને નિરાશાજનક પરિણામ જોવા મળ્યાં હતાં. આગલા વર્ષે ચેમ્પિયન બનેલ ફ્રાન્સ ગ્રૂપ રાઉન્ડમાંથી જ ફેંકાઇ ગયું હતું. જ્યારે ટ્રોફી માટે દાવેદારમાં સામેલ આર્જેન્ટિનાની ટીમ પર ગ્રૂપ રાઉન્ડથી આગળ વધી શકી નહોતી. તુર્કી ત્રીજા ક્રમે રહ્યું હતું. જ્યારે દ‌િક્ષણ કોરિયાને ચોથું સ્થાન પ્રાપ્ત થયું હતું. ઓસ્ટ્રેલિયા અમેરિકન સમોવાની ટીમને પ્રારંભિક મેચમાં ૩૧-૦થી કચડીને મોટા અંતરથી જીત હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

You might also like