ત્રેવીસ વર્ષે શુક્રાણુ ઉપયોગમાં લઈ પિતૃત્વ મેળવ્યું

તાજેતરમાં ગિનિસ બુકના સંચાલકો સામે દાવો કરવામાં આવ્યો કે, બ્રિટનમાં એક છોકરો ૨૧ વર્ષ જૂના શુક્રાણુમાંથી જન્માવવામાં આવ્યો હોવાનો રેકોર્ડ નોંધાયો છે. તો અમારું સંતાન ૨૩ વર્ષ અગાઉ થીજાવાયેલા શુક્રાણુ વડે જન્માવવામાં આવ્યું છે. તો એનું નામ નવા રેકોર્ડ તરીકે નોંધો.

રેકોર્ડ બુક દ્વારા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, વાત સાચી છે. ઓસ્ટ્રેલિયાનો એલેક્સ પોવેલ નામના ૧૫ વર્ષના છોકરાને ૧૯૯૧માં હોગકિન્સ લિમ્ફોમા પ્રકારનું લોહીના શ્વેતકણનું કેન્સર હોવાનું નિદાન થયું. એની સારવાર માટે કિમોથેરાપી લેવાય તો એની પ્રજનનક્ષમતા નાશ પામે એવો ભય હતો. એમ થાય તો લગ્ન પછી શું કરવું? એવી એલેક્સને બીક હતી. એલેક્સની અપરમાતાએ તેને સમજાવ્યો કે, એવું હોય તો તારા શુક્રાણુ અત્યારે લઈને ફ્રીઝ કરાવી દે.

એલેક્સે એમ જ કર્યું. સારવાર પછી એનું કેન્સર મટી ગયું. ચારેક વર્ષ અગાઉ તેની મુલાકાત વિ સાથે થઈ. બંને પ્રેમમાં પડ્યાં અને ખાસ્સો સમય વીતાવ્યાં પછી નક્કી કર્યું કે, હવે બાળક મેળવવું છે. ૨૦૧૩માં એલેક્ષ અને વિ ટેસ્ટટ્યૂબથી બાળક મેળવવા સારવાર મેળવવા લાગ્યાં. દોઢેક વર્ષની મહેનત પછી વિ ગર્ભવતી થઈ અને પૂરા દિવસે પુત્ર ઝેવિયરને જન્મ આપ્યો.

પુત્ર છ મહિના જીવી ગયા પછી હવે આ યુગલે આ વાત જાહેર કરવાની હિંમત કરી છે અને દાવો નોંધાવ્યો છે કે, ઝેવિયર સૌથી જૂના શુક્રાણુ વડે જન્મેલું એકમાત્ર બાળક છે. શુક્રાણુ થીજાવીને રાખવાનું તબીબી વિજ્ઞાનમાં સામાન્ય છે, પરંતુ એ સાતથી દસ વર્ષ જ સાચવવામાં આવે છે.

You might also like