Categories: Lifestyle

કર્મચારીનું સૌંદર્ય કરિયર સુધારે કે બગાડે?

કહે છે કે, સુંદર મહિલાઓ એમના સૌંદર્યના સહારે સરળતાથી પ્રગતિ કરી શકે છે. અનેક પ્રયોગમાં વાત સાચી જણાઈ છે, પરંતુ થોડા સમય પહેલાં કરવામાં આવેલા એક પ્રયોગમાં જાણવા મળ્યું છે કે, પુરુષોની સુંદરતા તેમની કરિયરમાં ફાયદો નહીં, નુકસાન કરે છે. ‘યુનિવર્સિટી કૉલેજ લંડન’ના સ્કૂલ ઓફ મેનેજમેન્ટ વિભાગ તથા યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના સંશોધકોએ ૮૭૦ લોકો પર પ્રયોગ કર્યો.

સંશોધકોના આગેવાન ડૉ. સુન યન્ગ લી કહે છે, ‘તમામ લોકોને જુદાં જુદાં કામ માટે માણસની નિયુક્તિનું કામ સોંપવામાં આવ્યું. તેમને ખબર નહોતી કે તેઓ પ્રયોગનો હિસ્સો છે. દરેકને જે કામ માટે ભરતી કરવાનું કહેવાયું હતું એ કામ માટે અનેક લોકોના સીવી આપવામાં આવ્યા. દરેક સીવીમાં જે-તે કામ માટેની લાયકાત અને અનુભવ દર્શાવાયાં હતાં, સાથે ફોટોગ્રાફ પણ હતા. બધા સીવીમાં એક ઉમેદવાર ખૂબ દેખાવડો રાખવામાં આવ્યો હતો. તેની લાયકાત બીજા બધા કરતાં વધુ દર્શાવાઈ હતી.

૯૦ ટકા ભરતી કરનારાએ દેખાવડા ઉમેદવારની લાયકાત સૌથી વધુ હોવા છતાં એના બદલે સામાન્ય દેખાવના ઓછી લાયકાતવાળા ઉમેદવારને પસંદ કર્યો. સંસ્થામાં કર્મચારીઓની વર્તણૂકના નિષ્ણાત ડૉ. સુન યન્ગ લી કહે છે, ‘ઉપરીઓ પોતાનાથી વધુ દેખાવડા, સ્માર્ટ અને લાયક ઉમેદવારોને પસંદ કરતા નથી. તેઓ મોટા ભાગે સંસ્થાના હિતમાં નહીં, પોતાની પસંદ અને પોતાના હિત મુજબ ભરતી કરતાં હોય છે.

‘તેમને ડર લાગે છે કે, નવો આવનારો તેમનાથી વધુ પ્રભાવશાળી બની જશે. જ્યાં કર્મચારીની કામગીરી અન્ય ઉપરીઓની સીધી નજરમાં ન આવવાની હોય ત્યાં એ લોકો દેખાવડા અને લાયક ઉમેદવારને પસંદ કરી લે છે અને એની સફળતાનો યશ પોતે મેળવી લે છે.

admin

Recent Posts

મમતા દીદી દર વર્ષે મને એક બે કુરતાં, બંગાળી મીઠાઈ મોકલાવે છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષયકુમાર સાથે બિનરાજકીય અને એકદમ હટકે કરેલા સંવાદમાં અનેક રસપ્રદ વાતો જણાવી હતી.…

2 mins ago

રોહિત શેખરની હત્યાનો કેસ ઉકેલાયોઃ પત્ની અપૂર્વાએ ગુનો કબૂલી લીધો

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહી ચૂકેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો…

7 mins ago

માલેગાંવ બ્લાસ્ટમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથીઃ NIA

વર્ષ ર૦૦૮માં થયેેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સ્પષ્ટ કર્યું છે કે આરોપી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત…

14 mins ago

દેશદ્રોહીને છોડાશે નહીં, તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે ભાજપ અને શિવસેના જો એકબીજા સામે લડતા રહેત અને સંગઠિત ન થાત તો…

17 mins ago

ભૂકંપના ત્રણ ઝટકાથી નેપાળ ધ્રૂજ્યુંઃ રિક્ટર સ્કેલ પર ૫.૨ની તીવ્રતા

નેપાળ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આજે સવારે એક પછી એક એમ ત્રણ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર…

19 mins ago

દિશા પટણીને આમ મળી રોમેન્ટિક ફિલ્મ ‘મલંગ’

બોલિવૂડની હોટ અભિનેત્રી દિશા પટણી ખૂબ જ જલદી સલમાનખાનની 'ભારત' ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે કરતબ કરનારી સર્કસની કલાકાર બની…

25 mins ago