2000 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ કરાયું બંધ, RBI માર્કેટમાં લાવશે નવી નોટ..!

નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત બાદ ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 2000ની નોટ માર્કેટમાં ઉતારી હતી. પરંતુ હવે આરબીઆઇએ 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ કરી દીધું છે. સૂત્રોને મળતી માહિતી મુજબ આરબીઆઇ હવે માર્કેટમાં નાની કરન્સીની સપ્લાય કરવા પર છે. એક અહેવાલ મુજબ આરબીઆઇએ પાંચ મહીના પહેલા જ બે હજારની કરન્સીનું પ્રિન્ટીંગ બંધ કરી દીધું છે. આ નોટના લોન્ચિંગ બાદ તેને માત્ર ચાર મહિના સુધી જ છાપવામાં આવી હતી. લોકો પર નોટબંધીથી રાહત મળે તે માટે જ સરકાર તરફથી બે હજારની નોટ લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ માર્કેટમાં આ નોટનું ઝડપથી સર્ક્યુલેશન થતાં આરબીઆઇએ આ કરન્સીનું પ્રિન્ટીંગ બંધ કરી દીધુ હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં 500 રૂપિયાની 14 અરબ નોટનું પ્રિન્ટીંગ થયું છે. હાલમાં સૂત્રોની જાણકારી મુજબ મૈસૂર પ્રિન્ટીંગ પ્રેસમાં ઝડપથી 200ની નોટનું છાપકામ ચાલી રહ્યું છે. માર્ચમાં નાણાપ્રધાન સાથેની વાતચીત બાદ આરબીઆઇએ 200 રૂપિયાની નવી નોટ માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી હતી. હાલમાં 2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ કરવામાં આવતા માર્કેટમાં લોકોને પરેશાની પડી રહી હોવાથી સરકાર 200 રૂપિયાની નોટ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like