2 હજારની નોટ પાણીથી માંડીને સ્પ્રાઇટ તમામ ટેસ્ટમાં થઇ પાસ

અમદાવાદ : હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની નોટને અમાન્ય ઠેરવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે હાલ ચોતરફ અફડાતફડી મચેલી છે. જો કે સાથે સાથે બેહજારની નોટ પણ બજારમાં ફરતી થઇ છે. આ નોટને લઇને લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.

લોકો 2 હજારની નોટ અંગે વિવિધ ટીપ્પણીઓ પણ કરી રહ્યા છે. જેમ કે નોટ ઘણી નાની છે. કલર યોગ્ય નથી અથવા તો ઘણી પાતળી છે. ઘણા કહી રહ્યા છે કે નાના બાળકોની નોટ આવે તેવી નોટ લાગી રહી છે. તો બીજી તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે આ નોટમાં જીપીએસ ડિવાઇસ મુકાઇ છે. ગમે ત્યાં નોટ હશે ખ્યાલ આવશે વગેરે વગેરે. જો કે આ તમામ બાબતો ખોટી છે.

આ નોટમાં કોઇ જીપીએસ ડિવાઇસ મુકાયું નથી. પરંતુ આ નોટ ઘણી જ હાઇટેક અને સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મજબુત છે. આ નોટ પર હાલ પર વિવિધ પ્રયોગો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોટને પાણીમાં પલાળવાથી માંડીને સ્પ્રાઇટમાં રગડવા સુધીના તમામ પ્રયોગો થયા છે. પરંતુ આ નોટ દરેક પરિક્ષામાં પાસ થઇ છે.

You might also like