માત્ર રૂ. ૨૦૦૦ બદલવા વિશે શું કહે છે અમદાવાદીઓ?

અમદાવાદ: સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ બદલવાની મર્યાદા પહેલાં રૂ. ૪૦૦૦ રાખી હતી. ત્યાર બાદ વધારીને રૂ. ૪૫૦૦ કરી અને હવે અચાનક જ આ મર્યાદા ઘટાડીને રૂ. ૨૦૦૦ની કરી દેતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કોઇ એક વ્યક્તિ રોજના માત્ર રૂ.૨૦૦૦ની નોટ જ એક્સચેન્જ કરાવી શકશે, જે નિયમ ૩૦ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. બેન્કમાં એક વ્યક્તિને એક જ વખત નાણાં મળશેનો નિયમ પણ ચુસ્તપણે પાળવામાં આવશે. સરકારે માત્ર રૂ. ૨૦૦૦ની નોટો જ બદલવાની જાહેરાત કર્યાના પહેલે જ દિવસે એટીએમ મશીનો ખાલીખમ થઇ જતાં લોકોમાં ભારે હાલાકી સર્જાઇ છે.

સરનો નિર્ણય સારો છે કાળા બજાર બંધ થશે,પહેલાં એજન્ટ ઊભા રહેતા હતા. તે હવે બંધ થશે, રૂપિયા 2000માં તો પરિવારનું કાંઈ ના થાય પણ ચાલવી લઈએ છીએ.
વિનીતા ચૌહાણ, સેટેલાઇટ

સરકારે રૂ. 2000ની મર્યાદાનો લીધેલો નિર્ણય એક રીતે યોગ્ય જ છે. કેમ કે અમુક લોકો અલગ અલગ બેન્કમાં આઈડી પ્રૂફ લઈને પૈસા બદલે છે. હું જોબ કરું છું, મારે પૈસાની જરૂર હતી. એટીએમ ગયો તો તેમાંથી તો પૈસા જ નથી નીકળતા પણ હવે 2000ની લિમિટને લીધેે વધુ લાઈન લાગશે.
અમિત પંડયા, સેટેલાઇટ

કાલે બેન્કમાંં રૂપિયા 4500 રૂપિયા બદલાવા માટે લાઈનમાં ઊભા હતા. નંબર આવ્યો ત્યારે બેન્કમાં રિસેસ પાડી દીધી,બેન્કમાંથી કીધું પછી આવજો,બેન્કમાં પણ સેટિંગ થાય છે.બેન્કમાં લાઈનમાં આખો દિવસ ઊભું રહેવું પડે છે,અને રૂપિયા 2000માં શું થતું હશે ઘરનું કરિયાણું પણ નથી આવતું,એમાં લોકો હેરાન થાય છે.
ગિરીશ શાહ, સેટેલાઇટ

સરકારનો આ નિર્ણય વાજબી છે,આ નિર્ણય પહેલાં જ કરવો જોઈતો હતો. કેમકે બેન્કમાં દલાલોએ પહેલાં જ પૈસા ચેન્જ કરાવી દીધા છે,હવે રૂપિયા 2000ના લીધે કાળાં બજારિયાને મુશ્કેલી પડશે.બ્લેક પૈસા વધારે બહાર આવશે,સરકારી બેન્કમાં કોઈ જ વ્યવસ્થા નથી.
ઉમેશ અંતાણી, સેટેલાઇટ

સ્કૂલમાં બાળકોની ફી લેવાતી નથી. જૂની નોટો નહિ ચાલે,ચેક થી કે પછી 100ની નોટોથી પમેન્ટ કરો એવું કહે છે.ચેકથી કેવી રીતે કરીએ ખાતાંમાં પૈસા તો હોવા જોઈને,અને હવે સરકારે રૂપિયા 2000 જ મળશે કહ્યું છે તો કેવી રીતે બાળકોની ફી ભરીશું. સરકારે ખોટો નિર્ણય લીધો છે.
સુરેશ પટેલ, વસ્ત્રાપુર

You might also like