સ્પેનમાં ૨૦૦ વર્ષ જૂનાં કોન્ડોમની ૪૬ હજારમાં હરાજી

નવી દલિ્હી: સ્પેનમાં લગભગ ૨૦૦ વર્ષ જૂના એક કોન્ડોમની ૪૬ હજારમાં હરાજી કરવામાં આવી છે. આ કોન્ડોમ ઘેટાંનાં આંતરડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. ઓન લાઈન હરાજી કરવામાં આવેલું આ કોન્ડોમ અતિ દુર્લભ છે. આવા દુર્લભ કોન્ડોમ હવે કેટલાંક ખાસ મ્યુઝિયમમાં જ જોવા મળે છે.

એક અહેવાલ અનુસાર આ કોન્ડોમ સ્પેનના એક શહેરમાંથી મળી આવ્યું હતું. કૈટાવકિીમાં કરવામાં આવેલી હરાજીમાં લોકોએ ભારે રુચિ દર્શાવતાં આ કોન્ડોમ તેની અંદાજિત કિંમત કરતાં બે ગણી કિંમતમાં વેચાયું હતું. આ કોન્ડોમને એમ્સટર્ડમની એક વ્યકિતએ ખરીદયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાંથી મળેલું એક ૧૯ સેન્ટિમીટર લાંબું કાેન્ડોમ ‌વિશ્વનું અત્યાર સુધીનું સૌથી મોંઘું કોન્ડોમ છે.

એવું જણાવવામા આવે છે કે ૨૦૦ વર્ષ પહેલાં વધારે મોંઘું અને કોન્ડોમ બનાવવામાં ઘણો સમય લાગતો હોવાથી માત્ર અમીર લોકો જ કોન્ડોમનો ઉપયોગ કરતા હતા. તે સમયે કોન્ડોમ સામાન્ય રીતે ૧૫ સેન્ટિમીટર લાંબાં બનાવવામાં આવતાં હતાં. જોકે ૧૯મી સદીમાં રબરનાં સસ્તાં કોન્ડોમ બનાવવાનું શરૂ થઈ જતાં ઘેટાંનાં આંતરડાંમાંથી બનતાં કોન્ડોમનું ચલણ બંધ થઈ ગયું હતું.

જેને કારણે સ્પેનમાંથી મળી આવેલા આ કોન્ડોમની હરાજી વખતે ઊંચી બોલી લગાવવામાં આવતાં આ કોન્ડોમની ૪૬ હજારમાં હરાજી થઈ હતી. જોકે હવે રબરમાંથી બનેલા કોન્ડોમનું ચલણ વધી ગયું હોવાથી ૨૦૦ વર્ષ જૂના આ કોન્ડોમને અતિ દુર્લભ માનવામાં આવી રહ્યું છે.

You might also like