રાજ્યમાં ર૦૦થી વધુ પાટીદારો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ: જેલ ભરો આંદોલન દરમિયાન મહેસાણામાં પથ્થરમારો અને લાઠીચાર્જમાં એસપીજી પ્રમુુખ લાલજી પટેલ ઇજાગ્રસ્ત થતાં મહેસાણામાં હિંસા ફાટી નીકળી હતી. તોફાની ટોળાંએ શહેરમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ ઘટનાને પગલે રાજ્યનાં અનેક શહેરોમાં પણ પાટીદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

પાટીદાર સમાજના ૨૫થી ૩૦ લોકો સામે પોલીસ ફરિયાદ

રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળતાં ર૦૦થી વધુ પાટીદારો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ છે. મહેસાણાની હિંસા બાદ ગઇ કાલે રાત્રે રાજકોટ જૂનાગઢ હાઇ વે પર જેતલપુરના જેતલસર ગામના ઓવરબ્રિજ નજીકથી એક એસટી બસ પસાર થઇ રહી હતી તેને ટોળાએ રોકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

લાલજી પટેલ સહિત ૩૭ સામે હત્યાની કોશિશ-લૂંટનો ગુનો

બીજી તરફ મોડી રાત્રે હળવદ માળિયા રોડ પર આવેલા રાપર ગામના પાટિયા નજીક એક એસટી બસ પસાર થઇ રહી હતી ત્યારે ર૦થી રપ માણસોનું ટોળું બસ સામે ધસી આવ્યું હતું અને તોડફોડ કરી હતી.

You might also like