એક સાથે 200 દલિતો જોડાયા બૌદ્ધ ધર્મમાં..

જૂનાગઢઃ   નાત જાતના ભેદભાવ અને છૂત અછૂતની ભાવનાથી અપમાનની લાગણી અનુભવી રહેલા 200 દલિતોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે  ૨૧ મી સદી માં આપણે  પ્રેવેશી ચુક્યા છે ત્યારે આજે પણ હિંદુ ધર્મ માં છૂત અછૂત અને નાત જાત ના ભેદ ભાવ જોવા મળી રહ્યાં છે.  હાલમાં જ ઉનામાં દલિતો પર જે અત્યાચાર થયો તેનાથી દુનિયાભરના લોકો હચમચી ગયા છે.  આ ઘટનાથી  દલિતોના દિલ દુભવ્યા છે. દલિતો પોતના હક્ક, સમાનતા , સમાજમાં માન અને સન્માન માટે જીવન મરણ ની લડાઈ લડી રહ્યા છે. ત્યારે કેટલેક અંશે હિંદુ ધર્મ ની રૂઢીચુસ્તથી દલિતો  સમાનતા અને સન્માન હકથી વંચિત હોવાનું  અનુભવી રહ્યાં છે. ત્યારે દલિતોએ ધર્મ પરિવર્તનનો રસ્તો અપનાવ્યો છે. દલિતોનું માનવું છે કે  બૌદ્ધ  એક એવો ધર્મ છે. જેમાં સન્માન અને સમાનતા જોવા મળે છે. જેને કારણે તેઓ ધર્મ પરિવર્તનના રસ્તે વળ્યા છે.

જૂનાગઢ ખાતે યોજાયેલ બૌદ્ધ  દીક્ષા સમારોહમાં ૨૦૦ દલિત  પરિવારોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દીક્ષા લીધી છે. દલિતોનું કહેવું છે કે બૌદ્ધ ધર્મ જ અમને અમારો હક્ક અને સમાનતા આપી શકે છે . બૌદ્ધ  ધર્મ અહિંસા, સહિષ્ણુતા અને સમાનતા ને માને છે એટલે જ અમે હિંદુ ધર્મ છોડી રહ્યા છીએ.   ભારતમાં આમ તો હિંદુ ધર્મ ધરાવતા લોકો ની સંખ્યા વધુ છે. પણ ઈસાઈ અને ઇસ્લામ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા સાથે  ધીમે ધીમે  હિંદુધર્મ ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ હયો છે. એમાં હવે દલિતોએ જાહેર કર્યું છે કે જો તેમને તેમના હક્કો અને સમાનતા નહી મળે તો ટૂંક સમયમાં દલિતોના એક લાખ પરિવારો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે દલિતોની આ ચીમકી સામે ગુજરાતના મુખ્યમંત્રી શું પગલાં લેશે.

You might also like