સિરિયામાં રશિયન હુમલામાં ૨૦૦ નાગરિકોનાં મોત થયા?

મોસ્કો : એમનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલમા ંદાવો કરવામા ંઆવ્યો છે કે સિરિયામાં રશિયા દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૦૦ નાગરિકોના મોત થયા છે. નજર જોનાર સાત્રી અને સ્થળ પર રહેલા લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ આંકડા એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવ્યા છે. ૩૦મી સપ્ટેમ્બરથી ૨૯મી નવેમ્બર સુધી સિરિયાના પાંચ વિસ્તારોમાં રશિયાએ ૨૫થી વધારે સ્થળો પર હુમલા કરવામાં આવ્યા હતા.

એમનેસ્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવીય કાયદાનો સીધીરીતે ભંગ કરવામાં આવ્યો હતો. જો કે રશિયાએ આ દાવાને ફગાવી દીધા છે. રશિયાએ કહ્યુ છે કે આ પ્રકારના દાવા સુચનાના હિસ્સા તરીકે છે. રશિયાએ કહ્યુ છે કે તે સિરિયાના પ્રમુખ બશર અલ અસદના અનુરોધ પર ૩૦મી સપ્ટેમ્બરથી હવાઇ હુમલા કરવામાં વ્યસ્ત છે. આઇએસ અને અન્ય ત્રાસવાદી સંગઠનના અડ્ડા અને તેમના શસ્ત્રાગાર પર હુમલા કરવામાં આવ્યા હતા.

હેવાલમાં કેટલાક હુમલા અંગે પુરતી માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રશિયાએ ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સિરિયાના અરીહા અને ઇદલિબ પ્રાંતમાં શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા. રશિયાના આ હુમલામાં ૪૯ લોકોના મોત થયા હતા. સિરિયામાં હોમ્સ, હમા, ઇદલિબ, લટકિયા અને અલેપોમાં મોટા ભાગે હુમલા કરવામાં આવ્યા હતા.

૧૬ સાક્ષી અને નિષ્ણાંત લોકોએ તમામ પ્રકારની માહિતી પુરી પાડી હતી. કેટલાક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હુમલા કરવામાં આવ્યા ત્યા કોઇ પણ પ્રકારના ત્રાસવાદી અડ્ડા અને લશ્કરી છાવણી ન હતી બલ્કે આ નાગરિક વિસ્તારો હતા.

You might also like