Categories: World

૨૦૧૬માં ગ્રેટ મુસ્લિમ વોર થશેઃ ૨૦ વર્ષ પહેલાં ભવિષ્યવાણી થઈ હતી

સોફિયા: ૨૦ વર્ષ પહેલાં અેવી ભવિષ્યવાણી થઈ હતી કે ૨૦૧૬માં વિશ્વભરમાં ગ્રેટ મુસ્લિમ વોર ફાટી નીકળશે. આ યુદ્ધ ૨૦૧૦માં અરબની ધરતી પરથી શરૂ થશે. ત્યારબાદ સિરિયામાં યુદ્ધ થશે. તેમજ ૨૦૪૩માં રોમમાં ખલીફા શાસનની સ્થાપના સાથે તેનો અંત આવશે. આ ભવિષ્યવાણી બલ્ગેરિયાનાં નેત્રહીન મહિલા ભવિષ્યવેત્તા બાબા વેંગાઅે કરી હતી. જેઓનું ૧૯૯૬માં ૮૫ વર્ષની વયે નિધન થયું હતું.

અેક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ બાબા વેંગાને વોલકાંસના નાેસ્ત્રેદામસના નામથી ઓળખતા હતા. તેમણે અમેરિકામાં થયેલા ૯-૧૧ના હુમલા અને ૨૦૦૪માં આવેલી સુનામી અંગે પણ વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી. તેમને માનનારા ખૂંખાર આતંકવાદી સંગઠન આઈઅેસઆઈઅેસના ઉદય અને તેના પ્રભાવને તેમની ભવિષ્યવાણી તરીકે જોઈ રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દશકાે યુરોપ માટે સંકટરૂપ બની રહેશે.

આવી ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાનું અસલ નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતુ. તેમનો જન્મ બલ્ગેરિયામાં થયો હતાે. જન્મનાં ૧૨ વર્ષ સુધી તેમની આંખ સારી હતી. પરંતુ અેવું કહેવાય છે કે અેક મોટાં તોફાન દરમિયાન તેમની આંખમાં માટી ભરાઈ ગઈ હતી. જેના કારણે તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી. તેમજ તેઓ તેમના પરિવારથી વિખુટા પડી ગયા હતા. અને ઘણા લાંબા સમય બાદ તેઓના પરિવારજનો સાથે તેમનું મિલન થયું હતું. ત્યારબાદ તેમણે અનેક સચોટ ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગાઅે કરેલી ભવિષ્યવાણી મુજબ ઠંડા વિસ્તારો અેકાઅેક ગરમ થઈ જશે. અને જ્વાળામુખી સક્રિય થઈ જશે. આ ઉપરાંત સમુદ્રની વિશાળ લહેરો કેટલાંક કસ્બા અને માનવ વસ્તીવાળા અેક મોટા વિસ્તારને પાણીમાં સમાવી લેશે. તેમજ બધું જ પાણીમાં ગાયબ થઈ જઈને બરફની જેમ પાણી સાથે ભળી જશે.

જોકે થોડા સમય પહેલા ફ્રાન્સ અને અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાઓ પરથી બાબા વેંગાઅે કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેમ લાગે છે. વેંગાઅે ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ જેટલી ભવિષ્યવાણી કરી હતી. તેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે. તેમણે મોટાભાગે કલાઈમેટ અને કુદરતી આપતિઓને લગતી ભવિષ્યવાણી કરી હતી.

admin

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

32 mins ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

38 mins ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

47 mins ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

50 mins ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

53 mins ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

56 mins ago