ગુજરાતના અ’વાદ અને સુરતનો સમાવેશ: સ્માર્ટ સિટીમાં આ હશે સુવિધાઓ

નવી દિલ્હી: સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજનાની જાહેરા કરી હતી. આ યોજના હેઠળ 100 શહેરોની કાયાપલટ કરવાની છે. દેશના દરેક પરિવારને પોતાનું ઘર અહે સારી જીવનશૈલી પુરી પાડવાના ઇરાદાથી લોન્ચ થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્માર્ટ સિટી યોજનાએ ગુરૂવારે એક પગલું આગળ માંડ્યું.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી જેમાં તે 20 શહેરોના નામ સામેલ છે જેમને પહેલાં સ્માર્ટ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

શું છે સ્માર્ટ સિટી?
સ્માર્ટ સિટીનો અર્થ એવા શહેરો જ્યાં પાણી અને વિજળીની સારી વ્યવસ્થા હશે. સાથે જ સાફ-સફાઇ અને કચારની વ્યવસ્થા, શહેરમાં આવવા જવા માટે પરિવહનની સારા સાધનો, ટેક્નોલોજી કનેક્ટિવિટી, ઇ-ગવર્નેંસ, નાગરિકોની સુરક્ષા, શાસનમાં નાગરિકોની ભાગદારી જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય.

આ સુવિધઓથી સજ્જ હશે સ્માર્ટ શહેર
1. વર્લ્ડ ક્લાસ ટ્રાંસપોર્ટની સિસ્ટમ 2. 24 કલાક વિજળી-પાણીની આપૂર્તિ 3. સરકારી કામો માટે સિંગલ વિંડો સિસ્ટમ 4. એક જગ્યાએથી બીજી જગ્યા સુધી 45 મિનિટમાં જવાની વ્યવસ્થા 5. સ્માર્ટ શિક્ષણની સુવિધા 6. પર્યાવરણ માટે અનુકૂળ વાતારવરણ 7. સારી સુરક્ષા અને મનોરંજન સુવિધા

પાંચ વર્ષમાં સ્માર્ટ બનશે શહેર
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ 50,802 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ શહેરોમાં આગામી પાંચ વર્ષોમાં તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના વિભિન્ન તબક્કાના પ્લાનિંગમાં 1.52 કરોડ નાગરિકોએ ભાગ લીધો.

બજેટમાં થઇ હતી જાહેરાત
સ્માર્ટ સિટી બનાવવા માટે સૌથી પહેલાં મોદી સરકારે પહેલાં બજેટમાં જાહેરત કરી હતી. તેના માટે બજેટમાં 7060 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા શહેરોને આગામી પાંચ વર્ષો સુધી 100 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.

કેવી રીતે થશે શહેરોની પસંદગી
આ પ્રોજેક્ટ હેઠળ 100 શહેરોની પસંદગી કરવાની છે. તેમાં 20થી વધુ શહેરોની યાદી ગુરૂવારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ જાહેર કરી દીધી છે. આગામી બે વર્ષોમાં 40-40 શહેરોની પસંદગી કરવામાં આવશે.

આ છે સ્માર્ટ સિટી બનનાર પ્રથમ 20 શહેર
ભુવનેશ્વર (ઓડિશા)
પૂણે(મહારાષ્ટ્ર)
જયપુર(રાજસ્થાન)
સુરત(ગુજરાત)
કોચ્ચિ (કેરળ)
અમદાવાદ (ગુજરાત)
જબલપુર (મધ્યપ્રદેશ)
વિશાખાપટ્ટનમ
સોલાપુર (મહારાષ્ટ્ર)
ધવલગિરિ (કર્ણાટક)
ઈન્દોર(મધ્યપ્રદેશ)
નવી દિલ્હી નગર નિગમ
કોઈમ્બતુર(તમિળનાડુ)
કાકીનાડા (આંધ્રપ્રદેશ)
બેલગામ (કર્ણાટક)
ઉદયપુર (રાજસ્થાન)
ગુવાહાટી (આસામ)
ચેન્નાઈ (તમિળનાડુ)
લુધિયાણા (પંજાબ)
ભોપાલ (મધ્યપ્રદેશ)

You might also like