ગોરખપુરમાં ઓક્સિજન સેવા ઠપ્પ થતા 30 બાળકોનાં કરૂણ મોત

ગોરખપુર : યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કાર્યક્ષેત્ર ગોરખપુરમાં શુક્રવારે હૃદદ્રાવક ઘટના બની છે. શહેરનાં બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજન પુરો થઇ જવાનાં કારણે 30 બાળકોનાં મોત નિપજ્યા હોવાનાં સમાચારો સામે આવી રહ્યા છે. જો કે મૃતકોની સંખ્યા અંગે હજી સુધી કોઇ અધિકારીક પૃષ્ટી કરવામાં આવી નથી. કેટલાક રિપોર્ટમાં મૃતકોની સંખ્યા ઓછી પણ દેખાડવામાં આવી રહી છે.

ગોરખપુરનાં ડીએમ રાજીવ રૌતેલાના અનુસાર મરનારાઓની સંખ્યા વધીને 30 થઇ ચુકી છે. પહેલા 22 બાળકોનાં મોત નિપજ્યા હોવાનાં સમાચારો સામે આવ્યા હતા. સમાચારો અનુસાર 69 લાખ રૂપિયાની ચુકવણી નહી થવાનાં કારણે ઓક્સિજન સપ્લાઇ અટકી ગયો હતો. ફર્મે ગુરૂવારે સાંજે હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનનો સપ્લાઇ બંધ કરી દીધો હતો.

બીઆરડી હોસ્પિટલમાં બે વર્ષ પહેલા લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. તેનાં દ્વારા ઇસેફલાઇટિસ વોર્ડ સહિત સેંકડો દર્દીઓને પાઇપ મારફતે ઓક્સિજન પુરુ પાડવામાં આવતું હતું. જો કે પાર્ટી દ્વારા સપ્લાઇ અટકાવાયા છતા નવી કોઇ વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

મેડિકલ કોલેજમાં શુક્રવારે સતત થઇ રહેલા મોતનાં કારણે કોહરામ છે. રાત્રે આઠ વાગ્યે ઇસેફ્લાઇટિસ વોર્ડમાં ઓક્સિજન સિલિન્ડરથી કરવામાં આવી રહેલ સપ્લાઇ ઠપ્પ થઇ તો તેને લિક્વિડિટી ઓક્સીઝન સાથે જોડવામાં આવ્યું, જે 11 વાગ્યે ખતમ થઇ હતી. ત્યાર બાદ 1.30 વાગ્યે સિલિન્ડર ઓક્સિજનની ગાડી આવી તો સપ્લાઇ ચાલુ થઇ તો સવારે તે પણ જથ્થો પુરો થઇ ગયો.બે દિવસ પહેલાથી જ ઓક્સીજનથી સંકટની વાત હોસ્પિટલની સામે હતી પરંતુ તેને ગંભીરતાથી લેવામાં ન આવ્યું અને આ રેઢિયાળ તંત્રનાં કારણે 30 જીવ ગયા હતા.

બીઆરડી મેડિકલ કોલેજનાં બે વર્ષ પૂર્વ લિક્વિડ ઓક્સીઝનનો પ્લાન્ટ લગાવાયો હતો. તેનાં દ્વારા વોર્ડ 6,10,12,14 અને 100 બેડઇસેફેલાઇટિસ વોર્ડમાં દર્દીઓને ઓક્સિજન સેવા અપાઇ રહી હતી. ઓક્સિજન પુરૂ પાડતી સંસ્થા પુષ્પા સેલ્સનાં અધિકારી દિપાંકર શર્માએ લગભગ 64 લાખ રૂપિયા બાકી હોવાનાં કારણે પુરવઠ્ઠો અટકાવી દીધો હતો.

ગુરૂવારે સેન્ટર પાઇપ લાઇન ઓપરેટરે પ્રિન્સિપલ, એસઆઇસી, એચઓડી એનેસ્થિસિયા, ઇસેફેલાઇટિસ વોર્ડનાં નોડલ અધિકારીને પત્ર દ્વારા બીજી વખત લિક્વિડ ઓક્સીજન સપ્લાઇનાં સ્ટોકને ખુબ જ ઓછો હોવા અંગે માહિતી આપી હતી. આ તમામ માહિતી અને ઓક્સિજન સપ્લાઇ ઠપ્પ થાય તે વાત પહેલાથી જ ખબર હોવા છતા પણ ધ્યાન આપ્યું નહોતું.

ગોરખપુરમાં ઓક્સિજનનો સપ્લાઇ ઠપ્પ થઇ જવાનાં કારણે 30 બાળકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ આ મુદ્દે હોસ્પિટલ તંત્ર સામે કાર્યવાહી કરવા માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જો કે આ ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પોતે પણ મુળ ગોરખપુરમાંથી આવે છે. પોતાની રાજકીય કારકિર્દી તેમણે ગોરખપુરમાંથી જ ચાલુ કરી હતી. ઉપરાંત તેઓ ગોરખપુર મઠ સાથે સંકળાયેલા છે.

You might also like