બે વર્ષની ઉંમરમાં જ બાળકો ટચ સ્ક્રીન વાપરતાં શીખી જાય છે

અાયર્લેન્ડની એક યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચમાં એ ‍વાત સાબિત થઈ છે કે બે વર્ષની ઉંમરે તો બાળકો ખૂબ જ સારી રીતે ટચ સ્ક્રીન વાપરતાં થઈ જાય છે. બે વર્ષની ઉંમરનાં મોટા ભાગનાં બાળકો ફોન અનલોક કરતાં, સ્વાઈપ કરતાં કે ફોનમાંથી કોઈ ચોક્કસ વસ્તુ શોધતાં શીખી જતાં હોય છે. સંશોધકોઅે ૧૨ મહિનાથી લઈને ત્રણ વર્ષની ઉંમરનાં ૮૨ બાળકો પર પ્રયોગ કર્યો. અા પ્રયોગમાં જાણવા મળ્યું કે જન્મજાત સ્માર્ટનેસ ધરાવતાં બાળકો તો ૧૨ મહિનાની અંદર જ સ્માર્ટ ફોન વાપરી શકે છે, જોકે સ્માર્ટફોન બાળકોના માનસિક વિકાસ માટે હાનિકારક છે તે પણ સાબિત થયું છે.

You might also like