બેંક લૂટવા આવેલા આતંકવાદીઓનું સુરક્ષાદળો સાથે ઘર્ષણ

અનંતનાગ : જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ ખાતે જેએન્ડકે બેંકની બ્રાન્ચ પર બે આતંકવાદીઓએ શુક્રવારે હૂમલો કર્યો હતો. ત્યાર બાદ આતંકવાદીઓની સુરક્ષા કર્મચારીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું હતું. આ ફાયરિંગમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થઇ ગયો, જ્યારે એક આતંકવાદીને જીવતા પકડી લેવામાં આવ્યા છે. ફાયરિંગ દરમિયાન એક આતંકવાદી ફરાર થવામાં સફળ થયો છે.

જીવતા પકાડાયેલા આતંકવાદીએ જણાવ્યું કે તે જમ્મુ કાશ્મીરનાં શિવપુરનો રહેવાસી છે અને તેનું નામ મુનીર છે. આતંકવાદીએ કહ્યું કે તેને રાઇફલ છીનવવા માટે કહેવામાં આવ્યું હતું. મુનીરે જણાવ્યું કે તેનાં સાથીનું નામ રાજા છે જે ભાગવામાં સફળ થયો છે અને તેની પાસે એક પિસ્ટલ પણ છે. સુરક્ષાદળોની ધરપકડમાં આવેલા આતંકીએ કહ્યું કે તેને બંદુક ચલાવતા નથી આવડતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરૂવારે કુપવાડામાં સેનાના કેમ્પ પર થયેલા આથંકવાદી હૂમલામાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થઇ ગયા છે. જો કે જવાબી કાર્યવાહીમાં સેનાનાં બે આતંકવાદીઓને પણ ઢાળી દેવાયા હતા. આ હૂમલામાં સેનાનાં ગનર ઋષી પણ ઘાયલ થયા હતા. તેમણે પોતાનાં જીવની પરવાહ કર્યા વગર બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

You might also like