ISIS આતંકી સંગઠને રશિયાના હેલિકોપ્ટરને તોડી પાડ્યું

મોસ્કો : આતંકવાદી સંગઠન ISISએ સિરિયાના પાલીમારા શહેર નજીક રશિયાના એક સૈન્ય હેલિકોપ્ટરને નિશાન બનાવ તોડી પાડ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર બંને લોકોનાં મોત થયા છે. એક ન્યૂઝ એજન્સીએ રશિયાના રક્ષામંત્રાલયના અહેવાલને ટાંકી આ અંગેની જાણકારી આપી છે. આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે બંને હેલિકોપ્ટરના ચાલક હોમ્સમાં આવેલ આઇએસ આતંકવાદી સંગઠનની એક ગુપ્ત જગ્યાને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યાં હતા.

પરત ફરી રહેલા હેલિકોપ્ટર પર આતંકવાદીઓએ જમીન પરથી ફાયરિંગ કરતાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત બન્યા બાદ સિરિયાની સરકારી સેનાના નિયંત્રણ એવા વિસ્તારમાં પડ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર બંને લોકોના મોત નિપજયાં હતા. આતંકી સંગઠન આઇએસએ એક જાહેર કરેલ વિડીયોમાં હેલિકોપ્ટરને નિશાન બનાવી તેના દૂર્ઘટનાગ્રસ્ત બાદ જમીન પર પડી રહેલું દર્શાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયાએ ગત વર્ષના અંતે સીરિયાના રાષ્ટ્રપતિની સેનાને સમર્થન સાથે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like