પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકવાદી ઠાર

728_90

જમ્મુ: દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે બપોરે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ. હાલમાં મળતી માહિતી અનુસાર વિસ્તારમાં ચાર લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓ છુપાયેલા છે. બંને તરફથી ગોળીબારી ચાલુ છે અને બે આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે.

અવંતીપોરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી શરૂ થઇ. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને પુરી રીતે ઘેરીને તલાશી શરૂ કરી દીધી છે. ઘેરાબંધી દરમિયાન આતંકવાદીઓએ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. આતંકવાદીઓએ ત્યાંથી ભાગવાના પ્રયત્નમાં ગોળીઓ ચલાવી. સેનાએ બે આતંકવાદીઓએ આ મુઠભેડમાં ઠાર માર્યા છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આતંકવાદીઓની સંખ્યા ચાર છે અને આ ચારેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી છે. જેમનો લશ્કર-એ-તૈયબાના કમાંડર અબુ દુજાના સાથે સંપર્ક છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલુ છે. જાણકારી અનુસાર એક આતંકવાદી ખેતરમાં છુપાયો છે.

You might also like
728_90