ચંદીગઢમાં 30 હજાર લોકો સાથે મોદીએ કર્યા યોગ

ચંદીગઢઃ દુનિયાભરમાં આજે બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં 30 હજારથી પણ વધારે લોકો સાથે યોગ કર્યા. અહીં પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી વર્ષે યોગ માટે કામ કરનાર લોકોને સન્માનિત કરશે. પીએમએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બે યોગ એવોર્ડની જાહેરાત કરી છે.

યોગના મહત્વ અંગે જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ માત્ર એક ક્રિયા નથી પરંતુ શરીરને સ્વસ્થ રાખવાની એક વિધી છે. યોગનો આ કાર્યક્રમ ચંદીગઢમાં કેપિટલ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો. આ સિવાય યોગ દિવસ પર દેશભરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા. પીએમ મોદી સાથે વિકલાંગોએ પણ યોગ કર્યા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યોગ પામવાનો નહીં પરંતુ મુક્કિનો માર્ગ છે. આ પરલોકનું વિજ્ઞાન નથી. આલોકનું વિજ્ઞાન છે. યોગ વિશ્વમાં વધારે લોકપ્રિય થવું જોઇએ. ભારતમાંથી સારા યોગ ટીચર પણ પ્રાપ્ત થઇ શકે છે.


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે યોગમાંથી શું પ્રાપ્ત થશે તે નહીં પરંતુ શું છોડી શકિશું. કઇ વસ્તુંઓમાંથી મુક્તિ મેળવી શકીશું. તેનો માર્ગ જોવા મળે છે. યોગ પ્રાપ્ત કરવાનો નહીં પરંતુ મુક્તિનો માર્ગ છે. યોગ મૃત્યુ પછી શું પ્રાપ્ત થશે તેનો રસ્તો નથી બતાવતો.

પીએમએ વધુમાં કહ્યું કે યોગ નાસ્તિક અને આસ્તિક બંને માટે છે. તે ગરીબ માટે પણ છે અને અમીર માટે પણ છે. આ એક રીતનો જીવન વીમો છે. જે જીરો બજેટ પર ઉપલબ્ધ છે. યોગને જીવનથી જોડવો ખૂબ જ જરૂરી છે. યોગને જીવનનો હિસ્સો બનાવવો જોઇએ.

આજે સમગ્ર દુનિયામાં યોગનું આયોજન થયું છે. સંયુક્ત રાષ્ટ્રથી લઇને અમેરિકા, ચીન, જાપાન સહિત પાકિસ્તાનમાં પણ યોગ શિબિર થઇ છે. બાબ રામદેવે ફરીદાબાદમાં 1 લાખ લોકો સાથે યોગાસન કર્યું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દેશના અનેક શહેરોમાં આજે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

You might also like