રશિયાની મેડિકલ કોલેજમાં બે ભારતીય વિદ્યાર્થિનીનાં અાગ દુર્ઘટનામાં મોત

નવી દિલ્હી: રશિયાની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી બે ભારતીય વિદ્યાર્થિની અાગમાં સળગી જતાં મૃત્યુ પામી છે. અા બંને છોકરીઅો મહારાષ્ટ્રની હતી અને સ્મોલેંસ્ક મેડિકલ એકેડમીમાં ભણતી હતી. અા જાણકારી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને અાપી છે.

સુષમા સ્વરાજે ટ્વિટર પર કહ્યું છે કે અાપણે બે ભારતીય િવદ્યાર્થિનીઅોને ગુમાવી દીધી છે. અા બંને મહારાષ્ટ્રની રહેવાસી હતી. તેઅો સ્મોલેંસ્ક મેડિકલ કોલેજમાં ભણતી હતી. અેક અાગ દુર્ઘટનામાં બંને મૃત્યુ પામી છે. કેટલાક અન્ય વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે. તેઅો હવે ખતરાની બહાર છે.

અમારી ટીમ પહેલાં જ ત્યાં પહોંચી ચૂકી છે. અા જગ્યા મોસ્કોથી ૪૦૦ કિલોમીટર દૂર છે. વિદેશ પ્રધાને અા ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે છોકરીઅોની લાશને અાજે મોસ્કોથી લાવવામાં અાવશે અને પછી મુંબઈ લઈ જવાશે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અને રિજનલ ઇમર્જન્સી મંત્રાલયના જણાવ્યા મુજબ લગભગ ૨૦૦ લોકોને દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

શરૂની જાણકારી મુજબ અાગ ૧૪ ફેબ્રુઅારીની સવારે સ્મોલેંસ્ક મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડિંગના ચોથા અને છઠ્ઠા ફ્લોર પર લાગી હતી. સ્મોલેંસ્ક રિજનલ ડિપાર્ટમેન્ટના તપાસ સમિતીના એક રિપોર્ટમાં બે ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુની જાણકારી અપાઈ છે.

You might also like