કેનાલમાં પડેલા મિત્રને બચાવવા જતાં બે મિત્રોનાં ડૂબી જવાથી મોત

અમદાવાદ, સોમવાર
બહુચરાજી નજીક રામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં લપસેલા મિત્રને બચાવવાં જતા બે મિત્રોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં.

આ અંગેની વિગત એવી છે કે, બહુચરાજીનાં ચાર યુવાન મિત્રો ગઇકાલે રાંતેજ-રામપુરા પાસેથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક યુવાન કેનાલમાં હાથપગ ધોવા માટે જતા તે લપસીને કેનાલમાં ખાબક્યો હતો. મિત્રને ડૂબતો જોતા અન્ય બે મિત્રો પણ તેને બચાવવા કેનાલમાં પડ્યા હતા.

કેનાલની બાજુમાં ઊભેલા કિશન ઠાકોરે બૂમાબૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કુણાલ બકાભાઇ જોશી નામના એક યુવાનને મહામહેનતે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો પરંતુ અન્ય બે યુવાનો કેનાલનાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડે કેનાલ પર પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી.

You might also like